Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી
ખંભાળીયા તા. ૩ ઃ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયત્નોના કારણે ખંભાળીયા-ભાણવડ પંથકના અંદાજીત રૃા. ૩૧૮૦.૦૦ લાખને ખર્ચે ૭૯.૯પ કિમી લંબાઈના રસ્તાના કામો મંજુર થયા છે.
ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના પ્રયત્નો થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૮૧ખંભાળીયા-ભાણવડ વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા ગામોને જોડતા રસ્તા (કુલ ર૧ રસ્તાઓ) જેમાં રસ્તાઓના કામો ૭૯.૯પ કિ.મી. લંબાઈ જેની કુલ રકમ ૩૧૮૦.૦૦ લાખ જેટલી માતબર રકમ વિકાસના કામો માટે મંજુર કરવામાં આવેલ છે.
ભાણવડ તાલુકાના વિજયપુર ગોપાલનેસ, રાણીવાવ નેસ, સાજડીયારી, કંટોલીયા, રેટા કાલાવડ, રાણા રોઝીવાડા,, સણખલા, ટીંબડી, ગુંદા, ચાંદવડ, જામપર, નવાગામ તથા ભાણવડ તેમજ ખંભાળીયા તાલુકાના વિરમદડ, સુતારિાય, ભંડારિયા, સોનારડી, ગોઈંજ, ચુડેશ્વર, હાપા લાખાસર, પીર લાખાસર, કંચનપુર, લાલુકા, દાંતા, કુવાડિયા, ભારા બેરાજા, ભાડથર નવા વિરમદળ, ભાતેલ, ગોકલપર તથા નવી મોવાણ ગામથી ગામને જોડતા રસ્તા તથા એસએચ જોડતા રસ્તાના કામો મંજુર કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial