Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં સગીરા સાથે અડપલાં કરવાના કેસમાં આરોપીને ચાર વર્ષની કેદ

રૃા.૧ લાખ વળતર પેટે ચૂકવાશેઃ

જામનગર તા. ૩ઃ ખંભાળિયામાં એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા આવેલી સગીરાને પોતાના ઘરમાં બોલાવી એક શખ્સે અણછાજતા અડપલાં કર્યા હતા. તે બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ચાર વર્ષની સખત કેદની સજા તથા રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને વળતર ચૂકવવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પાંચ હાટડી ચોક નજીક કંસારા શેરીમાં રહેતા રાજેશ પબાભાઈ ધારાણી ઉર્ફે રાજુ નામના શખ્સે ગઈ તા.૨૩-૧-૨૨ના દિવસે એક સગીરાને મેસેજ કર્યાે હતો.

ખંભાળિયામાં એક સંબંધને ઘેર યોજાયેલા લગ્નપ્રસંગમાં આવેલી તે સગીરાને આ શખ્સે મેસેજમાં પોતાના ઘરના ઉપરના માળે આવવા માટેનું કહી તેને અડપલા કર્યા હતા. આ બાબતની પોલીસમાં જે તે વખતે ફરિયાદ થઈ હતી.

ઉપરોક્ત કેસ ખંભાળિયાની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી તેને ચાર વર્ષની કેદની સજા તથા રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. સગીરાને વિટનેશ કમ્પેઈન સેશનમાંથી રૃા.૧ લાખ ચૂકવવા પણ અદાલતે હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh