Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યએ શિંદે જુથના નેતાને મારી ૬ ગોળીઓ

જમીન વિવાદમાં બન્ને પોલીસ સ્ટેશને હતાં!

નવી દિલ્હી તા. ૩ઃ મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યે પોલીસ સ્ટેશનમાં જ શિંદે જુથના નેતા પર ૬ રાઉન્ડ ફાયરીંગ કરતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે ધારાસભ્ય સહિતની ધરપકડ કરી છે.

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં જમીન વિવાદને લઈને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના એક સહયોગીએ શિંદે જુથના નેતા મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનની અંદર ગોળીઓ મારી દીધી હતી. બન્ને શુક્રવારે સવારે ૧૦ વાગે હિલલાઈન પોલીસ સ્ટેશને એકબીજા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં, જ્યાં પહેલા ચર્ચા થઈ અને પછી ચર્ચા વિવાદમાં બદલાઈ હતી. આ દરમિયાન ગણપતે ઈન્સ્પેક્ટરની સામે મહેશ પર ૬ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પોલીસે આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા છે. આજે સવારે ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલો મુજબ મહેશ અને ગણપત જમીનવિવાદ ઉકેલવા માટે પોલીસ સ્ટેશન ગયા હતાં. જ્યારે તેઓ પોલીસ અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા હતાં ત્યારે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના સહયોગીઓ મહેશ ગાયકવાડ પર ચાર ગોળી ચલાવી હતી, જેમાંથી બે મહેશન ગાયકવાડ અને બે તેમના મિત્ર રાહુલને વાગી હતી.

તે પછી પલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા હતાં. આ પછી ઘાયલ ગાયકવાડ અને પાટીલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહેશ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉલ્લેખનિય છે કે, ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને સ્થાનિક લોકો વચ્ચે કલ્યાણ-પૂર્વના દ્વારલી સંકુલમાં હાજર મિલકતના માલિકી હક્કને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિસ્તારના લોકો શિવસેનાના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડના સંપર્કમાં છે.

૩૧ મી જાન્યુઆરીએ પણ ધારાસભ્ય ગણપત અને મહેશ ગાયકવાડના લોકો વચ્ચે જમીનના વિવાદને લઈને મારામારી થઈ હતી. આ વિવાદને કારણે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ તેમના પુત્ર વૈભવ અને સમર્થકો સાથે ફરિયાદ કરવા ઉલ્હાસનગરના હિલલાઈન પોલીસ થાણે પહોંચ્યા હતાં.

શિવસેનાના ઉદ્ધવ જુથે ફાયરીંગને લઈને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, 'આપણા થાણે, મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનની અંદર ગોળીબાર કરી રહ્યા છે. ફાયરીંગની ઘટનામાં ગોળી મારનાર વ્યક્તિ મુખ્યમંત્રી અને પૂર્વ કોર્પોરેટરની નજીકનો છે. મતલબ, બન્ને પક્ષો સત્તામાં છે, તો આપણે શું સમજીએ કે આ લોકોને કાયદાનો ડર નથી. રાજ્ય સરકારના બન્ને એન્જિન ફેઈલ થયા છે. ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કૃપા કરીને 'આ બાબતે ધ્યાન આપશો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh