Advertisement
Author: નોબત સમાચાર

ગરીબ, યુવા, અન્નદાતા, માતૃશક્તિના ઉત્કર્ષ માટેનું ગુજરાતનું ફાઈવ-જી બજેટઃ મૂળુભાઈ બેરા

વન-પર્યાવરણ, પ્રવાસન, કલાઈમેટ ચેઈન્જ વિભાગોને પર્યાપ્ત ફાળવણી

ખંભાળીયા તા. ૩ઃ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે રાજ્યના સૌથી મોટી રકમના અંદાજપત્રને રાજ્યના વન અને પ્રવાસન મંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ આવકારીને આ બજેટ પ-જી ગુજરાત એટલે કે ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગતિશીલ ગુજરાત તથા ગ્લોબલ ગુજરાતની સાથે રાજ્યના દરેક વર્ગોના લોકોના વિકાસ સાથે સમાજના ચાર વર્ગો ગરીબ, યુવા, અન્નદાતા તથા નારીશક્તિના ઉત્કર્ષનું હોવાનું જણાવ્યું હતું.

રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવેલ કે અંદાજપત્રમાં વન અને પર્યાવરણ વિભાગ માટે રપ૮૬ કરોડની નોંધપાત્ર જોગવાઈ થયેલ છે. જેમાં વનીકરણ, વનના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધન માટે રૃા. ૯પ૦ કરોડ, વન વિસ્તારની બહારના વિસ્તારોના સામાજિક વનીકરણ માટે રૃા. પપ૦ કરોડ, વન્ય પ્રાણીઓની વ્યવસ્થા તથા વિકાસ માટે ૪૦૦ કરોડ, ઈકો રીસ્ટોલેશન તથા વન્ય વિકાસ માટે ૧૮પ કરોડ, ઘરોઈ, અંબાજી રીસ્ટોરેશન માટે ૩૧ કરોડ, વનોના સઘન નિરીક્ષણ માટે આયોજન ગીરમાં બોટનીકલ ગાર્ડ, કરૃણા એમ્બ્યુલન્સ માટે જોગવાઈ થઈ છે.

રાજ્યના વન અને પ્રવાસન રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ જણાવેલ કે નવા અંદાજપત્રમાં પ્રવાસન વકાસ માટે ર૦૯૮ કરોડની જોગવાઈ થઈ છે. વિવિધ બીચોના વિકાસ માટે ર૦૦ કરોડના આયોજનમાં ૩૦ કરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વિવિધ પ્રોજેકટ માટે ૪૭પ કરોડ, અયોધ્યાધામમાં ગુજરાત યાત્રી નિવાસના પ૦ કરોડના પ્રોજેકટ માટે ૧૦ કરોડ, સમૂહ સીમાદર્શન વિકાસ માટે રૃા. ૪૦ કરોડ, વિવિધ જિલ્લાઓ તથા મેમોરીયલના વિકાસ માટે રૃા. ૩પ કરોડ, પાવાગઢના વિકાસ માટેની યોજનામાં ૩૮ કરોડ, અંબાજી યાત્રાધામ વિકાસ માટે રૃા. ૧૧૭ કરોડ, સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ પ્રવાસના સ્થળોના વિકાસ માટે રૃા. ૭૧ કરોડ, ધરોઈ બંધને યાત્રા પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ૧૦૦ કરોડ, બહુચરાજી મંદિરના વિકાસ માટે ૭૧ કરોડ વિવિધ સંપ્રદાયોના યાત્રાધામો વિકાસ માટે રૃા. ૭૯ કરોડ તથા રાજ્યના જિલ્લા સ્થળોના યાત્રાધામો માટે ૩૦ કરોડ ફાળવાયા છે.

રાજ્યમાં પ્રદૂષણ અટકાવવામાં મદદરૃપ થતા કલાઈમેંટ ચેંજ વિભાગ માટે કુલ ૧૧૬૩ કરોડ રૃપિયા ફાળવાયા છે. જેમાં સોલાર રૃફ ટોપ યોજનામાં ગ્રાહકોને સહાય આપવા માટે ૯૯૩ કરોડ, સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓ તથા રહેઠાણોમાં ભઠ્ઠીની સ્થાપના માટે ર૦ કરોડ, ૧ર કરોડના ખર્ચે વિવિધ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા, વિદ્યાર્થીઓને બેટરી વાહનો માટે નવ કરોડ ફાળવાયા છે. નેટઝીરો કાર્બન એમિશનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા ગ્રીન એનર્જી તથા સૌર ઉર્જાના વિકાસ પર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh