Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી સોમવારે બીપી-ડાયાબિટીસ સાથે
જામનગર તા. ૩ઃ જામનગરના શ્રી ગાયત્રી શક્તિપીઠ તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે શ્રી સદ્ગુરૃ સુપર મેગા નેત્રમણિ નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન તા.પ-ર-ર૦ર૪ (સોમવાર) ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન ગાયત્રી શક્તિપીઠ, ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શરૃસેકસન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ નેત્રયજ્ઞમાં સદ્ગુરૃ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાત ડોકટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આંખના રોગોનું નિદાન કરી મોતિયાના ઓપરેશનની જરૃરિયાતવાળા દર્દીઓને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ વિનામૂલ્યે નેત્રમણિ પણ બેસાડી આપવામાં આવશે જયાં દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા પછી દર્દીઓને ગાયત્રી શક્તિપીઠ-જામનગરમાં કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. આ દિવસે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બીપીની તપાસનો કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. ઉપરાંત દાંતના દર્દો માટે ડો. કુંજનબેન પટેલ તથા ડો. વૈશાલીબેન વાજા તેમની સેવા આપશે. ઉપરોકત કેમ્પોનો લાભ ગાયત્રી શક્તિપીઠ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial