Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન

આગામી તા. ર૧ ફેબ્રુઆરીએ

જામનગર તા. ૩ઃ જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ર૧ ફેબ્રુઆરીના સવારના ૧૧-૩૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કલેકટર જામનગરના અધ્યક્ષ સ્થાને શહેર પ્રાંત અધિકારીની કચેરી મિટીંગ હોલમાં યોજવામાં આવશે.

અરજદારોએ આગામી તા. ૧૦ ફેબ્રુઆરી સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન-અરજી ઉકત સરનામા પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે.  જે અંતર્ગત, જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજુ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૃબરૃ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકશે નહીં. જામનગર શહેરના તમામ નાગરિકોને ઉપરોકત તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે શહેર મામતલદાર, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh