Advertisement
Author: નોબત સમાચાર

ગવર્મેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થેટિક વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો

જામનગરમાં વર્લ્ડ પ્રોસ્થોડોન્ટિક્સ ડે ની ઉજવણી અંતર્ગત

જામનગર તા. ૩ઃ જામનગરમાં સ્થિત ગવર્મેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થેટિક વિભાગ દ્વારા ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત વર્લ્ડ પોસ્થોડોન્ટિક્સ ડે-ર૦ર૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના પ્રથમ દિવસે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોસ્થેટિક ફ્લેટ, લોગો ડિઝાઈન, ટેગ લાઈન રાઈટીંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીગણ, ડોક્ટર્સ ટીમ અને અન્ય સ્ટાફગણ દ્વારા ડેન્ટલ મટીરિયલ્સનો ઉપયોગ કરીને ઓન ધી સ્પોટ વૈવિધ્યપૂર્ણ કલાકૃતિઓનું આર્ટ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના બીજા દિવસે પ્રોસ્થો રન પ કિ.મી. મેરેથોન દોડનું રોઝીબંદર રોડ પર વ્યવસ્થાપૂર્ણ આયોજન કરાયું હતું. જેમાં ૧૯૦ જેટલા લોકોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. આ મેરેથોનનું દોડ રંગોલી કોર્પોરેટ, રાજવંશ ઈન્ડસ્ટ્રી તેમજ ડ્રીમ ડેકોર ફર્નિચરના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ત્રીજા દિવસે 'પ્રોસ્થોડોન્ટિસ્ટ ડે' તરીકે ડેન્ટલ વિદ્યાાખાના તમામ પ્રોસ્થોડોન્ટિસ્ટ દ્વારા દાંતના ચોકઠા, ફિક્સ દાંતના બ્રિજ ઈમપ્લાન્ટ્સ પરના ફિક્સ દાંત, ચોકઠા, સ્માઈલ ડિઝાઈનીંગ, મ્યુકરમાયકોસિસ, અન્ય કેન્સરગ્રસ્ત ડીફેક્ટ જન્મજાત તાળવા હોઠની ફયાટની સારવાર, દર્દીઓના મોઢાની ડીફેક્ટમાં બનાવવામાં આવતા સ્પેશિયલ ચોકઠા વિષે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પ્રોસ્થેટિક વિભાગ દ્વારા સમાજના નાગરિકો તેમજ દર્દીઓમાં આ વિભાગ દ્વારા થતી વિવિધ સારવાર અને તેના લાભ અંગે માહિતી-માર્ગદર્શન અને જનજાગૃતિના હેતુસર કરવામાં આવતી હોય છે.

આ ઉપરાંત જામનગરના પ્રાઈવેટ પ્રોસ્થોડોન્ટિસ્ટ ડો. અપૂર્વા ગુપ્તા દ્વારા આ ક્ષેત્રે થયેલા આધુનિકીરણ, અત્યાધુનિક ટેકનોલોજી, મટીરિયલ, વિવિધ ઉપચાર પદ્ધતિઓ, મશીનરી તેમજ સારવારમાં થયેલા રીવોલ્યુશનરી ચેન્જ પર પ્રકાશ પાડતું લેક્ચર આપવામં આવ્યું હતું. પ્રોસ્થેટિક વિભાગ દ્વારા કાર્યક્રમના અંતે જામનગરના તમામ પ્રોસ્થોડોન્ટિસ્ટ તજજ્ઞોનું મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ સમગ્ર કાર્યક્રમ ડેન્ટલ વિભાગના વડા ડો. કવિતા ગુપ્તા, સિનિયર મોસ્ટ ડો. સંજય ઉમરાણિયા, સમગ્ર પ્રોસ્થેટિક વિભાગ ટીમ અને ડેન્ટલ હોસ્પિટલના ડીન ડો. નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh