Advertisement
Author: નોબત સમાચાર

'ભાજપ વિપક્ષમૂકત સંસદ અને લોકશાહીમૂકત ભારત ઈચ્છે છે' : પ્રિયંકા ગાંધી વડેરાના મોદી સરકાર પર ચાબખા

હેમંત સોરેનના મુદ્દે કોંગ્રેસ આક્રમક કેમ બની ગઈ ?

નવી દિલ્હી તા. ૩ઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડના મુદ્દે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટે વચ્ચે હિંચકા ખાતા જેએમએમ એટલે કે ઝારખંડ મૂક્તિ મોરચાને કોંગ્રેસનો સહયોગ સાંપડ્યો છે, અને ગઠબંધન ધર્મ નિભાવવા કોંગ્રેસ આક્રમક બની ગઈ હોય તેમ જણાય છે.

આ મુદ્દે પ્રિયંકા ગાંધી વડેરાએ મોદી સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે ભારતીય જનતા પક્ષ વિપક્ષમૂકત સંસદ, લોકશાહી મૂકત, ભારત પ્રશ્ન મૂકત મીડિયા અને સંવાદિતમૂકત જનતા ઈચ્છે છે. તમામ રાજ્યોમાં એક પછી એક સરકારો પડી (તૂટી) રહી છે, વિપક્ષના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને જે ભાજપમાં નહીં જોડાય, તે જેલમાં જશે. ઝારખંડમાં આજે ભાજપના વિધાનસભા દળની બેઠક બોલાવાઈ છે.

તો ગઈકાલે હૈદ્રાબાદની ફલાઈટ ખરાબ હવામાનના કારણે ઉડી શકી નહીં, અને આ બધા વચ્ચે ઝારખંડમાં નવી સરકાર રચવાના ચક્રો ગતિમાન થયા છે, તેને લઈને તથા રાજ્યપાલની ભૂમિકા તથા શપથવિધિના સમયને સાંકળીને ગઈકાલથી ચાલી રહેલી ચર્ચાઓના આજના કલાઈમેકસ પર આખા દેશની નજરો મંડાયેલી હતી. બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરેલા શાબ્દિક પ્રહારો તથા ઝારખંડ ઈશ્યૂમાં ભાજપની ભૂમિકાની ચર્ચા પણ ચોતરફ થઈ રહી છે. મણીશંકર ઐયરની પુત્રીના રામમંદિરને લઈને નિવેદન પછી પણ હોબાળો મચ્યો છે, અને બજેટસત્ર દરમિયાન સાંસદમાં પણ હોબાળો થવાની સંભાવનાઓ વચ્ચે દેશમાં તમામ હલચલો અને હિલચાલો હવે લોકસભાની આગામી ચૂંટણીને લક્ષ્યમાં રાખીને જ થઈ રહી હોય તેમ જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh