Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પબ્લિસિટી સ્ટંટ કે મુર્ખામી?
મુંબઈ તા. ૩ઃ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતાં. હાલમાં જ એ વાત સામે આવી છે કે, એક્ટ્રેસનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું હતું, પરંતુ હવે એ વાત સામે આવી છેકે પૂનમ પાંડે જીવિત છે.
પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કહ્યું, 'હું જીવિત છું, સર્વાઈકલ કેન્સરે મારો જીવ લીધો નથી. કમનસીબે, સર્વાઈકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી. હું તેના વિશે કંઈ કરી શકી નહીં, કારણ કે મને કંઈ ખબર જ ન હતી. હું તમને અહીં જણાવવા માગું છું કે અન્ય કોઈપણ કેન્સરથી વિપરીત, સર્વાઈકલ કેન્સરને હરાવવું શક્ય છે. તમારે ફક્ત તમારા પરીક્ષણો કરવવા પડશે અને એચપીવી રસી મેળવવી પડશે.'
પૂનમ પાંડેનો વીડિયો જાહેર થયા પછી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાની મૃત્યુનું ખોટું નાટક રચવા બદલ માફી માંગી છે. પૂનમે તેની એજન્સી એચ. એયુ. ટી. ઈ. આર. આર. એલ. વાય. ના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં, ચાહકો અને સોશિયલ મીડિયા યૂઝર્સઓની માફી માંગતી વખતે પૂનમ પાંડે કહી રહી છે કે તેણે આ બધું સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું છે. આ પછી તેણી ફરીથી ટ્રોલ થઈ રહી છે અને કોઈ પબ્લિસિટી સ્ટંટનું ગાડપણ ગણાવી રહ્યું છે, તો કોઈ મુર્ખામીનું પ્રદર્શન ગણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial