Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં વર્ષ-ર૦ર૩ માં ૪૮૧૩૮ સીધી રોજગારી અપાઈ

સાંસદ ૫રિમલભાઈ નથવાણીને કેન્દ્રીય મંત્રીનો જવાબઃ

અમદાવાદ તા. ૩ઃ ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં પાંચ વર્ષમાં છ ગણો વધારો થયો છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા ર૦ર૩ માં ૪૮,૧૩૮ સીધી રોજગારીની તકોનું સર્જન થયું છે, તેમ વેપાર અને ઉદ્યોગ રાજયમંત્રી અને રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીને પ્રત્યુત્તર પાઠવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં ૨૦૧૯માં કુલ ૫૬૫ સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે ૨૦૨૩માં ૩,૨૯૧ સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની તકોમાં પણ ઘણો જ વધારો જોવા મળ્યો છેઃ વર્ષ ૨૦૧૯માં સ્ટાર્ટઅપ્સ દ્વારા ૬,૦૭૭ સીધી રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી, જે વધીને ૨૦૨૩માં ૪૮,૧૩૮ સુધી પહોંચી હતી.

વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશ દ્વારા આ માહિતી રાજ્યસભામાં ફેબ્રુઆરી ૨, ૨૦૨૪ના રોજ સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવ વામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ દ્વારા ૨૦૧૯માં સમગ્ર ભારતમાં કુલ ૧૦,૬૦૪ સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રદાન કરવામાં આવી હતી, જે ૨૦૨૩માં વધીને ૩૪,૭૭૯ના સ્તરે પહોંચી હતી. સાથે-સાથે, સમગ્ર ભારતમાં આ સ્ટાર્ટઅપ્સ દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવેલી રોજગારીની તકો ૨૦૧૯માં ૧,૨૩,૦૭૧ હતી, જે ૨૦૨૩માં ૩,૯૦,૫૧૨ થઈ હતી. 

શ્રી નથવાણી ભારતમાં સ્ટાર્ટ-અપ ઇન્ડિયા પહેલ હેઠળ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા, તેમના દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં સર્જન કરવામાં આવેલી રોજગારીની તકો, સ્ટાર્ટઅપ્સની ભારતીય અર્થવ્યવસ્થા પર અસર અને પ્રદાન તેમજ મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સની સંખ્યા અંગે જાણવા માંગતા હતા.

મંત્રીના નિવદેન અનુસાર, સરકારે દેશમાં નવા સંશોધનો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ઇકોસિસ્ટમના નિર્માણ માટે તથા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં રોકોણને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ૧૬ જાન્યુઆરી ૨૦૧૬મા રોજ સ્ટાર્ટ-અપ ઇન્ડિયા પહેલ લોન્ચ કરી હતી. ચોક્કસ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે, આ પહેલ હેઠળ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવે છે. સરકારના સાતત્યપૂર્ણ પ્રયાસોના પરિણામે ડીપીઆઈઆઈટી દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ ૧,૧૭,૨૫૪એ પહોંચી છે. આ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સે ૧૨.૪૨ લાખ સીધી રોજગારીની તકોનું સર્જન કરીને અર્થવ્યવસ્થા પર નોંધપાત્ર અસર  પેદા કરી છે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓછામાં ઓછાં એક માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપની હાજરી સાથે દેશના લગભગ ૮૦% જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ્સની હાજરી જોવા મળે છે.

સરકાર દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા પહેલના ૨૦૧૬માં પ્રાંરભથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ ડીપીઆઈઆઈટી દ્વારા માન્યતા પ્રાપ્ત ૫૫,૮૧૬ સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા ડાયરેક્ટર છે. સરકાર મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજના/કાર્યક્રમોનું અમલીકરણ કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh