Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયત સભાગૃહમાં જિલ્લા સલાહકાર સમિતિની બેઠક

પીસી અને પીએનડીટી એકટ અંતર્ગત

જામનગર તા. ૩ઃ જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહમાં પીસી અને પીએનડીટી એકટ ૧૯૯૪ અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટે મળેલી અરજીઓ અને તેને બહાલી આપવા વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાતિ પરીક્ષણ દ્વારા આ એકટનો ભંગ થતો હોય તો તેની માહિતી મેળવી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, તાલુકા હેલ્થ ઓફિસરઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીગણ તેમજ સમિતિના અન્ય સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh