Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામેશ્વરનગર વિસ્તારમાં
જામનગર તા. ૩ઃ જામનગરમાં પંદર વર્ષ પહેલા ગરીબ લોહાણા પરિવારો માટે રામેશ્વરનગરમાં વિદેશના જ્ઞાતિના દાતાઓ દ્વારા ૧ર૦ ફલેટ બનાવી આપવામાં આવ્યા હતાં. આ જલારામનગરની આસપાસ રહેતા અન્ય જ્ઞાતિના આવારા તત્ત્વોના ત્રાસથી જલારામ નગરમાં રહેતા લોહાણા પરિવારો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે.
ગરીબ પરિવારો ભાડું ભરવાની ત્રેવડ ન હોવા છતાં બીજે ભાડે રહેવા ચાલ્યા ગયા છે. હાલમાં આ જલારામ નગરમાં ૧૦૦ મકાનો ખાલી છે અને ખંઢેર હાલતમાં છે. ત્યાં લુખ્ખા અને આવારા તત્ત્વોએ તાળા તોડી કબ્જો જમાવી લીધો છે. અહીં લોહાણા પરિવાર શાંતિથી રહી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે તાકિદે માથાભારે લુખ્ખા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા અરવિંદભાઈ રાયઠઠ્ઠાએ લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલને રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial