Advertisement
Author: નોબત સમાચાર

જીતન રામ માંઝીને કોંગ્રેસે કરી મુખ્યમંત્રી પદની ઓફરઃ નિતીશકુમાર રખડી પડશે?

બિહારમાં બખેડોઃ નવાજુનીના એંધાણ

પટણા તા. ૩ઃ બિહારમાં એન.ડી.એ.ના અધ્યક્ષ 'હમ'ના નેતા અને પૂર્વ સી.એમ. દ્વારા બે મંત્રીપદ માંગવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે માંઝીને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરતા રાજકીય બખેડો ઊભો થયો છે. જો માઝી પલટી મારે તો નવા સમીકરણો રચતા નીતિશકુમાર રખડી પડે તેમ જણાય છે.

બિહારમાં ફરી બખેડો ઊભો થઈ શકે છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડીને એનડીએ સાથે જોડાઈ જવાનો નિર્ણય લીધા પછી ફરી એનડીએની સરકાર બની ગઈ છે, ત્યારે હજુ ફ્લોર ટેસ્ટ હજુ બાકી છે. આ સાથે હજુ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ પણ થયું નથી. કેબિનેટ વિસ્તરણ ૫હેલા 'હમ'ના સંયોજક જીતનરામ માંઝી હાલમાં ચર્ચામાં છે. જીતનરામ માંઝી તેમની પાર્ટી 'હમ' માટે બિહાર સરકારમાં બે મંત્રી પદ માંગી રહ્યા છે.

આ દરમિયાન બિહારની રાજનીતિમાં ફરી નવાજુની કરવા માટે કોંગ્રેસે નવો દાવ રચ્યો છે. તે અનુસાર જીતન રામ માંઝીને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસે જીતનરામ માંઝીને સીએમ પદ ઓફર કર્યું છે. જ્યારે બિહારમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાસિંહને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માંઝી એનડીએ સરકારમાં બે મંત્રી પદ માગી રહ્યા છે? તેના પર તમારૃ શું કહેવું છે? તેના પર અખિલેશ પ્રસાદસિંહે જીતન રામ માંઝીને ખુલ્લી ઓફર આપી હતી.

તેમણે કહ્યું કે, તેઓ અમારી સાથે આવી જાય તો અમે તેમને સીએમ બનાવી દઈશું. આ નિવેદન પછીથી બિહારના રાજકારણમાં ફરી અટકળોનો દૌર શરૃ થઈ ગયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh