Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુત્તમ ૧૭.પ ડિગ્રી

અડધા ડિગ્રીના ઘટાડા સાથે

જામનગર તા. ૩ઃ જામનગરમાં ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રીએ સ્થિર રહ્યા પછી હવે તેમાં સળવળાટ થયો છે. નગરમાં શનિવારે સવારે પૂરા  થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર- જામનગર પાસેથી પ્રાપ્ત થયા છે. જેમાં અડધા ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૭.પ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ર૯.પ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ રહેતા ઠંડીમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૯૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh