Advertisement
Author: નોબત સમાચાર

સીરિયા અને ઈરાકમાં આતંકી જૂથો પર અમેરિકાએ કરી બોમ્બવર્ષાઃ ૧૮ના મોત

બાઈડને ઈરાન સામે દેખાડી લાલ આંખઃ

નવી દિલ્હી તા. ૩ઃ અમેરિકાએ સીરિયા-ઈરાક ઉપર બોમ્બમારો કરતા ૧૮ મો થયા છે. રશિયા-યુક્રેન અને હમાસ-ઈઝરાયેલ યુદ્ધ ચાલુ છે ત્યાં વળી એક યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકાએ ગઈ રાત્રે આતંકી જુથના ૮પ ટારગેટ પર કરી ભયાનક એરસ્ટ્રાઈક કરતા ત્રાસવાદી જુથો ફફડી ઊઠ્યા છે.

રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધો હજુ પૂરા થયા નથી કે અમેરિકાએ પણ યુદ્ધ શરૃ કરી દીધું છે. તેણે ઈરાન પાસેથી બદલો લેવાનું શરૃ કરી દીધું છે. આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને શુક્રવારે ઈરાક અને સીરિયામાં આતંકવાદી જુથોને કડક ચેતવણી આપી છે.

આ જુથોએ યુએસ અને તેના સાથીઓ પર છૂટાછવાયા પરંતુ સતત હુમલા કર્યા છે. જોર્ડન હુમલાના જવાબમાં અમેરિકાએ સીરિયા અને ઈરાકમાં ૮પ લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે. જેમાં ઘણાં આતંકવાદીઓ માર્યા ગયા છે.

યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના ૮પ થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા કર્યા હતાં. અમેરિકી સેનાએ ખાસ કરીને ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે. જોર્ડનમાં થયેલા ઘાતક હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા અને ૪૦ થી વધુ લોકો ઘાયલ થયા.

જો કે, યુએસ સ્ટ્રાઈકમાં ઈરાનની અંદર કોઈ સ્થાનને નિશાન બનાવવામાં આવ્યું ન હતું. યુએસ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હુમલામાં કમાન્ડ અને સ્ટ્રોલ સેન્ટર, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૃગોળાની સપ્લાય ચેઈન સુવિધાઓ સહિતના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતાં.

આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ ૮પ થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. તેઓએ આઈઆરજીસીના વિદેશી જાસૂસી અને અર્ધલશ્કરી દળો, કુડ્સ ફોર્સને નિશાન બનાવાયું, જે મધ્ય પૂર્વમાં, લેબનોનથી ઈરાક અને યમનથી સીરિયા સુધીના અમારા સહયોગી દળોને નોંધપાત્ર રીતે અસર કરે છે.

હુમલામાં બી-૧ લાંબા અંતરના બોમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેણે સીરિયામાં ઈરાન સમર્થિત ૧૮ આતંકવાદીઓ માર્યા ગયા હતાં. બાઈડેન સૈનિકોના પરિવારોને મળ્યા હતાં. મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્યના હવાઈ હુમલાનું વર્ણન કરતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, ગયા રવિવારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડસ કોર્પ્સ સમર્થિત આતંકવાદી જુથ દ્વારા જોર્ડનમાં ડ્રોન દ્વારા ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh