Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ટ્રમ્પના ટેરિફની છેવટે બુધવારે ભારત તેમજ સમગ્ર દેશો પર જાહેરાતથી વિશ્વમાં નવા વેપાર યુદ્વ થવાના અહેવાલોએ એશિયન બજારોમાં ઘટાડા સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરૂાઆત ઘટાડા સાથે થઇ હતી. ટ્રમ્પની આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં કડાકાની સ્થિતિ સાથે ભારત સામે પણ ૨૬% ટેરિફ લાદતા નકારાત્મક વૈશ્વિક સંકેતોની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. ટ્રમ્પે ઓટો સેક્ટરથી લઈને ટેક્સટાઈલ સેક્ટર અને અન્ય સેક્ટર પર ટેરિફ લગાવ્યો છે, જો કે ઊર્જા તેમજ ફાર્મા પ્રોડકટસને રેસિપ્રોકલ ટેરિફમાં ઘણા અંશે રાહત મળી છે.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૫૫%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૪.૮૪% અને નેસ્ડેક ૫.૯૭% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, ટેલેકોમ્યુંનીકેશન, ફાઈનાન્શિયલ સર્વિસ અને બેન્કેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૯ અને વધનારની સંખ્યા ૯૦૮ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, માર્ચ મહિનામાં દેશનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૮ મહિનાની ટોચે પહોંચ્યા સાથે દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત આપે છે. સ્થાનિક સ્તરે ઓર્ડર બુકમાં વધારાને કારણે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સુધારો જોવા મળી રહ્યો છે ત્યારે સમાપ્ત થયેલા માર્ચ માસમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી ૫૮.૧૦ પીએમઆઈ સાથે આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી જે ફેબ્રુઆરી માસમાં ૫૬.૩૦ પીએમઆઈ સાથે ૧૪ મહિનાની નીચી સપાટીએ હતી. મજબૂત ઓર્ડરને કારણે કંપનીઓમાં ઉત્પાદનમાં વધારાની ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચી રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
જાન્યુઆરી - માર્ચ, ૨૦૨૫ના ત્રિમાસિકગાળામાં પાવર સેક્ટરમાં મોટા પાયે રોકાણની જાહેરાતો થઈ છે. ઊર્જા સેક્ટરના જોરે આ આંકડો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો. માર્ચ ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટોમાં આ ઐતિહાસિક ઉછાળો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારો દેશમાં ઔદ્યોગિક અને માળખાગત વિકાસ માટે અત્યંત ઉત્સાહિત છે. આનાથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે જ અને સાથે-સાથે રોજગાર તથા વ્યવસાયની તકોમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ સમગ્ર સાયકલ દેશના અર્થતંત્રને લાંબાગાળાનો મજબૂત બનાવશે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે જુન ગોલ્ડ રૂ.૮૯૪૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૮૯૬૮૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૮૯૩૨૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૯૧ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૮૯૪૬૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે મે સિલ્વર રૂ.૯૪૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૪૧૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૨૫૫૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૯૨૬૮૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ
સન ફાર્મા (૧૭૭૭) : ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૪ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૮૪૩ ઉપર તેજી તરફી ધ્યાન !!
હેવેલ્સ ઇન્ડિયા (૧૫૨૪) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૪૭૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૪૦ થી રૂ.૧૫૫૫ ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!
મહાનગર ગેસ (૧૪૦૭) : રૂ.૧૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૦ બીજા સપોર્ટથી એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ સુધીની તેજી તરફી રૂખ નોધાવશે...!!
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૩૩૨) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે !! અંદાજીત રૂ.૧૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૬૮) : રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૨૭ સ્ટોપલોસ આસપાસ પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.