Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શુક્રવારથી થશે અમલઃ દિલ્હીવાસીઓને રાહત
નવી દિલ્હી તા. ૭: દિલ્હી જળસંકટ પર સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય લઈને હિમાચલને ૧૩૭ કયૂસેક પાણી છોડવા આદેશ આપ્યો છે, જેથી હિલ્હીવાસીઓને રાહત થઈ છે.
એક તરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ પાણીનો પોકાર દિલ્હી અત્યારે હિટવેવ અને પાણીને લઈને તરસી બની છે. પાણીની તંગીથી લોકો પરેશાન થાય છે. ત્યારે દિલ્હી વાસીઓ માટે સુપ્રિમ કોર્ટે રાહત ભર્યો નિર્ણય લીધો છે.
સુપ્રિમ કોર્ટે ગરમીથી પરેશાન દિલ્હીની જનતા માટે રાહત ભર્યો નિર્ણય આપ્યો છે. સુપ્રિમ કોર્ટે હિમાચલ પ્રદેશને ૧૩૭ ક્યૂસેક પાણી છોડવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ હવે શુક્રવારથી આખા મહિના માટે દિલ્હીને પાણી છોડશે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું છે કે હરિયાણા તેમાં કોઈ અડચણ ઊભી કરશે નહીં.
સુપ્રિમ કોર્ટે આદેશ આપતી વખતે જસ્ટિસ પ્રશાંત મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે અપર યમુના રિવર બોર્ડ સાથે બુધવારે મળેલી બેઠકમાં તમામ સભ્યો સહમત થયા હતા કે બંને રાજ્યો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને બંનેને પાણીની જરૃર છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે પ જૂને યોજાયેલી બેઠકમાં હિમાચલ પ્રદેશ સામેલ હતું હિમાચલ પ્રદેશે કહ્યું કે તે વધારાનું પાણી દિલ્હી સાથે વહેંચવા માંગે છે. આવતીકાલ શુક્રવારથી હિમાચલમાં ૧૩૭ ક્યૂસેક પાણી છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે કહ્યું કે હરિયાણા સરકાર હિમાચલથી મળી રહેલા પાણીનો પ્રવાહને કોઈ અડચણ વિના વજીરાબાદ સુધી આવવા કે જેથી દિલ્હીના લોકોને પાણી મળી રહે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારે પાણીનો વેડફાટ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હિમાચલ સરકાર શુક્રવારથી પાણી છોડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial