Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વારાણસી બેઠકના તમામ ઉમેદવારોને ૮૪૭૮ મતદારોએ નકાર્યા!

દેશમાં ૬૩.૭ર લાખથી વધુ મતદારોને કોઈથી સંતોષ નથી!

જામનગર તા. ૭: વારાણસીની બેઠક પરથી ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિતના ઉમેદવારોને ત્યાંના ૮૪૭૮ મતદારોએ નકાર્યા હોવાની વાત થોડી અટપટ્ટી લાગે, પરંતુ તે હકીકત છે.

દસેક વર્ષ પહેલા ભારતીય ચૂંટણી પંચે કોઈપણ પાર્ટી કે ઉમેદવાર પસંદ ન હોય, તેવા મતદારો પણ પોતાનો મત દર્શાવીને તમામને નકારી શકે તે માટે ઈવીએમમાં 'નોટા'નું બટન રાખ્યું અને 'નોન ઓફ એબવ'ની વ્યવસ્થા કરી હતી. આવું કરવાથી મતદાનની ટકાવારી ઘણી વધશે, તેવી આશા હતી, કારણ કે ચૂંટણીઓમાં થતા ઓછા મતદાન માટે લોકોનો તમામ ઉમેદવારો કે રાજકીય પક્ષો પ્રત્યેનો અસંતોષ પણ જવાબદાર હોવાની માન્યતા હતી.

'નોટા'ની વ્યવસ્થા પછી ધીમે ધીમે તેનો પ્રયોગ વધવા લાગ્યો, અને મતદાનો મતકેન્દ્રોમાં જઈને 'નોટા'ના માધ્યમથી પોતાનો સાર્વત્રિક અસંતોષ કે નારાજગી દર્શાવવા લાગ્યા હતાં.

આ વખતે લોકસભાની ચૂંટણી માટે થયેલા મતદાનમાં ત્યાંના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ૬,૧ર,૯૭૦ મતો મળ્યા, તો તેઓના હરિફ ઉમેદવાર કોંગ્રેસના અજય રાયને ૪,૬૦,૪પ૭ મતો મળ્યા હતાં, જ્યારે 'નોટા'માં ૮૪૭૮ મતો પડ્યા હતાં, જેનો અર્થ એવો થાય કે વડાપ્રધાન મોદી સહિતના વારાણસીની બેઠક પરથી આ વખતે ચૂંટણી લડી રહેલા કોઈપણ ઉમેદવાર ૮૪૭૮ મતદારોને પસંદ નહોતા!

એવી જ રીતે લખનૌની બેઠક પરથી સંરક્ષણમંત્રી રાજનાથસિંહને ૭૩પ૦ મતદારોએ નકાર્યા હતાં, અને તેઓના સહિત લખનૌના તમામ ઉમેદવારોને નાપસંદ કરીને નોટાનું બટન દબાવ્યું હતું. આવું જ અન્ય ઘણી બેઠક પર થયું હતું. ઉત્તરપ્રદેશમાં ગોરખપુરમાં ૭૮૮૧, બદાયુમાં ૮પ૬ર, બરેલીમાં ૬ર૬૦, પીલીભીતમાં ૬૭૪૧, ગૌતમબુદ્ધનગરમાં ૧૦,૩ર૪ મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું.

ઈન્દીરોમાં તો 'નોટા'માં ર,૧૮,૬૭૪ મતો નોટામાં પડ્યા હતાં, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ઈન્દોરની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા વિપક્ષે ઝુંબેશ ચલાવી હતી, તેથી કોંગ્રેસના મતદારોએ બાકીના તમામ ઉમેદવારોને નકાર્યા હતાં જેનો 'નોટા'માં ઉમેરો થયો હતો.

ગુજરાતમાં પડેલા ર.૮૮ કરોડ જેટલા મતોમાંથી આ વખતે ૪.પ૯ લાખ મતો નોટામાં પડ્યા છે.

ગાંધીનગર લોકસભા સીટ પર નોટામાં વર્ષ ર૦૧૯ માં ૧૪,ર૧૪ અને વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં રર,૦૦પ મતો નોટામાં પડ્યા હતાં. તેવી જ રીતે અમદાવાદ (વેસ્ટ) માં વર્ષ ર૦૧૯ માં ૧૪,૭૧૯ અને વર્ષ ર૦ર૪ માં ૧૪,૦૦૭, અમદાવાદ (ઈસ્ટ) માં ૯૦૦૮ અને ૧૦,પ૦૩, સાબરકાંઠામાં ૬૧૦૩ અને ર૧,૦૭૬, મહેસાણામાં ૧ર,૦૭૬ અને ૧૧,૬ર૬, બનાસકાંઠામાં ૧ર,૭ર૮ અને રર,૧૬૦, પાટણમાં ૧૪,૩ર૭ અને ૧૬,૭રર, આણંદમાં ૧૮,૩૯ર અને ૧પ,૯૩૦, ભરૃચમાં ૬૩ર૧ અને ર૩,ર૮૬, ખેડામાં ૧૮,ર૭૭ અને ૧૮,૮ર૪, દાહોદમાં ૩૧,૯૩૬ અને ૩૪,૯૩૮, પંચમહાલમાં ર૦,૧૩૩ અને ર૦,૧૦૩, વડોદરામાં ૧૬,૯૯૯ અને ૧૮,૩૮૮, છોટાઉદેપુર બેઠક પર ૩૦,૮૬૮ અને ર૯,૬પપ, ભાવનગરમાં ૧૬,૩૮૩ અને ૧૮,૭૬પ, સુરેન્દ્રનગરમાં ૮૭૮૭ અને ૧ર,૬૯૬, કચ્છમાં ૧૮,૭૬૧ અને ૧૮,૬૦૪, રાજકોટમાં ૧૮,૩૧૮ અને ૧પ,૯રર, જૂનાગઢમાં ૧પ,પ૯૯ અને ૧૪,૦૧૩, પોરબંદરમાં ૭૮૪૦ અને ૧૩,૦૦૪, જામનગરમાં ૭૭૯૯ અને ૧૧,૦૮૪, અમરેલીમાં ૧૭,૭૬૭ અને ૧૧,૩૪૮, બારડોલીમાં રર૯૧ અને રપ,પ૪ર, વલસાડમાં ૧૯,૩૦૯ અને ૧૮,૩૭૩ તથા સુરતમાં વર્ષ ર૦૧૯ માં ૧૦,૩પર મતો નોટામાં પડ્યા હતાં, જ્યારે વર્ષ ર૦ર૪ માં સુરત બેઠક બિનહરિફ થઈ છે.

ગુજરાતમાં વર્ષ ર૦ર૪ માં રાજ્યના કુલ મતદાનના ૧.પર ટકા મતદારોએ નોટામાં મતો આપ્યા છે, જ્યારે દેશમાં આ ચૂંટણીમાં ૬૩,૭ર,રર૦ મતદારોએ નોટામાં મતદાન કર્યું છે, જે દેશના કુલ મતદાનના ૧ ટકા જેટલું ગણાય.

આ આંકડાઓને એવી રીતે પણ મૂલવી શકાય કે દેશના ૬૩.૭ર લાખથી વધુ (જેમણે મતદાન કર્યું છે તેવા) મતદારોને કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર, જે તેમના વિસ્તારમાંથી ચૂંટણીના મેદાનમાં હતાં, તે પસંદ નથી. વારાણસીમાં રાજકીય પક્ષો તથા જે ઉમેદવારોને નોટામાં મતદાન કરીને ૮૪૭૮ મતદારોએ નકાર્યા છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે.

ઉમેદવારો અને રાજકીય પક્ષો નોટામાં પડતા આ મતદારોને કેટલાક ગંભીર ગણે છે કે તેના ધ્યાને આવે છે કે નહીં, તે તો ખબર નથી, પરંતુ 'નોટા'માં થતું મતદાન નેતાગણ અને આપણી સમગ્ર પોલિટિકલ સિસ્ટમ માટે ક્ષોભજનક-શરમજનક તો ગણાય જ ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh