Advertisement
Author: નોબત સમાચાર

દરેડના ફેઝાન ખ્વાજા ગરીબ નવાઝ મદ્રેસામાં વિશ્વ તમાકુ દિવસ ઉજવાયો

જામનગર તા. ૭: જામનગર નજીક દરેડના ફેઝાન ખ્વાજા ગરીબ નવાઝ મદ્રેસામાં વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરાઈ હતી અને તેમાં તમાકુનું સેવન સ્વાસ્થ્યને હાનિકારક હોવાની ચેતવણી સાથે વ્યસનો છોડી શકાય છે તે અંગે માર્ગદર્શન અપાયું હતું.

જામનગરની જિલ્લા પંંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નૂપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ અને દરેડ આરોગ્ય કેન્દ્રના ડો. પ્રવીણ પટેલના માર્ગદર્શન હેઠળ દરેડ મસીતીયા રોડ પર આવેલા મદ્રેસામાં વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વભરમાં દર વર્ષ ૩૧ મેના વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. તમાકુ અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે જેમ કે ફેફસાના રોગો, ક્ષયરોગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડીસિઝ વગેરે. એટલું જ નહીં તે ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરનું કારણ પણ બની શકે છે. તમાકુના નિયમિત સેવનથી પ્રતિ વર્ષે હજારો લોકો મોતને ભેટે છે. વ્યાયામ, કસરત કરવાથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાયકલ ચલાવવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનની લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય છે.

તમાકુના સેવનને લીધે લોકોના શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉપરાંત લોકોની આર્થિક સ્થિતિ પણ ખોરવાય છે.

આ અંગે મદ્રેસામાં નમાઝ પઢવા આવેલા લોકોને જિલ્લાના, તાલુકાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોને તમાકુ વિશે માહિતી આપી તેમજ પત્રિકાઓ વિતરણ સાથે બેનરો લગાવી અને રેલી કાઢવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh