Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીએ સંસદીય દળની બેઠકમાં ભાવુક પ્રવચનો થયાઃ
નવી દિલ્હી તા. ૭: આજે એનડીએ સંસદીય દળની બેઠકમાં એનડીએના મુખ્ય કિરદાર એવા ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરીને મક્કમ ટેકાનો સંદેશ આપ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા પછી નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ઈન્ડિયા બ્લોક પણ દિલ્હીમાં સતત બેઠકો યોજી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી ૯ જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સએ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને ર૯ર બેઠકો મળી છે, જો કે ભાજપ એકલા બહુમતીના આંક (ર૭ર) ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર ર૪૦ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ઈન્ડિયા બ્લોકે ર૩૪ સીટો જીતી છે.
એનડીએ સંસદીય દળની બેઠકમાં બોલતા ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, 'કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (આંધ્રપ્રદેશમાં) ખૂબ જ પ્રભાવશાળી જાહેર સભાને સંબોધિત કરી અને તેનાથી મોટો ફેરફાર આવ્યો. ઘણાં નેતાઓ આંધ્રપ્રદેશમાં આવ્યા અને રેલીઓને સંબોધી. આનાથી લોકોને વિશ્વાસ મળ્યો છે કે કેન્દ્ર રાજ્ય સરકારની સાથે છે.'
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ઘણી પહેલ કરી છે. 'છેલ્લા ૧૦ વર્ષમાં ભારતનો વિકાસ સૌથી વધુ થયો છે.' આગામી દિવસોમાં ભારત ગ્લોબલ લીડર બનશે. નરેન્દ્ર મોદી પાસે દેશ માટે અલગ વિઝન છે. ગર્વ સાથે મોદીના નામનું સમર્થન કરૃ છું. સૌનો સાથ સૌનો વિકાસ થયો છે. ભારત પાસે યોગ્ય સમયે યોગ્ય નેતા છે. મોદી જે ઈચ્છે તે કરીને રહે છે. તેથી પીએમના નેતૃત્વમાં દેશનો વિકાસ નક્કી છે.
આજે એનડીએની સંસદીય દળની બેઠકમાં તમામે પીએમ મોદીને સહર્ષ ફરીથી સમર્થન આપ્યું છે. નીતિશ કુમારે પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે અમે તો ઈચ્છીએ છીએ કે આજે જ શપથ લેવાઈ જાય. નીતિશ કુમારે જ્યારે તેમની સ્પીચ ખતમ કરી ત્યારે તેઓએ પીએમ મોદી પાસે જઈને તેમને પગે પણ લાગ્યા હતાં.
પીએમ મોદીના સમર્થનમાં નીતિશ કુમારે વિશ્વાસ અપાવ્યો કે તમે ચિંતા ન કરો અમે તમારા માર્ગદર્શનમાં સાથે કામ કરીશું. અહીં-તહીં જે જીત્યા છે એ બધા હારશે. આ સાંભળીને પીએમ મોદી ખડખડાટ હસી પડ્યા હતાં. નીતિશ કુમારે પીએમ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે ફરીવાર વિપક્ષને સંપૂર્ણ રીતે હરાવી દઈશું.
નીતિશ કુમારે પીએમ મોદીને વિશ્વાસ અપાવતા એમ પણ કહ્યું કે અમે દરેક નિર્ણયમાં સાથે છીએ. નરેન્દ્ર મોદી બચેલા કામોને પૂરા કરશે. આ કામ પછી કોઈ કામ બાકી બચશે નહીં. અમે સાથે મળીને ચાલીશું, સાથે રહીશું. તમારા નેતૃત્વમાં તેઓએ એમ પણ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આજે જ શપથ થઈ જાય. આ સાંભળીને પીએમ મોદી હસી રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial