Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્યોરિટી જવાનની બેદરકારીનું પરિણામ
જામનગર તા. ૭: જામનગરની સરકાર જી.જી.હોસ્પિટલની સીક્યોરિટી અવાર-નવાર ચર્ચામાં રહી છે. ગઈરાત્રે એક રીક્ષા ચાલક સીધો ઓપીડી સુધી પહોંચી જતાં દર્દીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આખરે મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચતા આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.
જામનગરની સરકારી ગુરૃ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં એક દર્દીને લઈને આવેલ રિક્ષાચાલક રિક્ષાને બહાર ઉભી રાખવાના બદલે સીધો હોસ્પિટલની અંદર ઓપીડી સુધી પહોંચી ગયો હતો. જ્યાં દર્દીઓ તેના સગાસંબંધીઓ હાજર હતાં અને નાસભાગ મચી જવા પામી હતી.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આખરે મામલો તબીબી અધિક્ષક સુધી પહોંચતા તેમણે તપાસના આદેશ આપ્યા છે અને જરૃરી પગલા લેવા સૂચના આપી છે. તેમજ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પણ સૂચના અપાઈ છે. બીજી તરફ સિક્યોરિટી જવાનો સામે પણ સવાલો ઉભા થયા છે. આ હોસ્પિટલ સમયાંતરે ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા ઓર્થોપેડીકસમાંથી લોહીવાળો કોટનનો ટુકડો લઈને કૂતરાના આંટાફેરા જોવા મળ્યા હતાં. તો કયારેક દર્દીઓ સાથે સિક્યોરિટી જવાનોનું ઉદ્ધતાઈભર્યુ વર્તન જોવા મળે છે ત્યારે વધુ એક ઘટનામાં સિક્યોરિટીના જવાનો સામે સવાલ ઉઠ્યો છે. જો કે આ વખતે તેની સામે પણ પગલા લેવાના આદેશ છુટ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial