Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના રામનગરમાં શનિદેવના દર્શને પણ ભાવિકોનો ધસારો
ખંભાળીયા તા. ૭: દ્વારકા જિલ્લાના ભાણવડના શનિદેવના જન્મસ્થાન હાથલા શનિદેવ મંદિરે તથા ખભાળીયાના શનિમંદિરે શનિજયંતીના દિને ભાવિકો ઉમટી પડ્યા હતાં.
ગઈકાલે શનિજયંતી હોય ભારતમાં એકમાત્ર શનિદેવના જન્મસ્થાન એવા શનિદેવ હાથલામાં ભાવિકો રાત્રે તથા વહેલી સવારથી મોડી રાત્રી સુધી ઉમટી પડ્યા હતાં તથા દર્શન માટે કતારો લાગી હતી તો પનોતીના પ્રતીક પગરખાનો ઢગલો થયો હતો.
શનિદેવનું હાથલાનું મંદિર વિશિષ્ટ છે. અહીં શનિદેવની બે અત્યંત પ્રાચીન પ્રતિમાઓ સાથે નાની પનોતીદેવી, મોટી પનોતીદેવી તથા ભૈરવની મૂર્તિઓ તથા હનુમાનજી મંદિર પણ છે.
સવારે હજારો ભકતોની ભીડમાં નૂતન ધ્વજારોહણ થયું હતું જેમાં શનિદેવના જયકાર સાથે ભાવિકો જોડાયા હતાં.
પુરાતત્ત્વ ખાતા સંરક્ષિત શનિદેવ હાથલામાં ૯-૧૦ મી સદીમાં બનેલી વાવ કુંડ જેનું પવિત્ર પાણી માથે ચડાવીને ભકતો પુજા કરવા જાય છે. પુરાતત્વઆ સ્થળ છે. આ વર્ષે પૂર્વ સરપંચ તથા અગ્રણી વિનોદભાઈ ગોસ્વામી, હાલના સરપંચ ગીરીરાજસિંહ જેઠવા, પૂજારી ચીરાગભાઈ શનિભકત તથા આફ્રિકાના પ્રખર જયોતિષી સંજ્યભાઈ થાનકી વિગેરે દ્વારા વ્યવસ્થા કરાઈ હતી.
બંદોબસ્ત માનવીય અભિગમ
ભાણવડ પોલીસ અધિકારી સવસેટાના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત માનવીય અભિગમ સાથે રખાયો હતો. લોકો માટે છાયડો મંડપ, વ્યવસ્થિત કતારોમાં કમબદ્ધ દર્શન તથા પ્રસાદીની વ્યવસ્થા ગોઠવાઈ હતી. સવારથી રાત્રિ સુધીમાં દોઢ-બે લાખ ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. ખંભાળીયા રામનગરમાં પણ શનિદેવ મંદિરે પૂજાદર્શન યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial