Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તજજ્ઞ તબીબો દ્વારા નિઃશૂલ્ક દવાઓ સાથે જરૃરી માર્ગદર્શન અપાયું
જામનગરમાં જુવેનાઈલ ડાયાબિટીક બાળકો માટે મેગા કેમ્પ યોજાયો હતો, જેમાં તજજ્ઞ તબીબો દ્વારા માર્ગદર્શન આપી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. જામનગરની સંસ્થા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા તા. ૦ર જૂનના આયોજીત ૯૪ મા મેગા કેમ્પમાં ૧ર૬ ડાયાબિટીક બાળકોએ તેમના માતા-પિતા સાથે લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન જામનગર જિલ્લાની જી.જી. હોસ્પિટલના ડો. સોનલબેન શાહ, ડો. મિતેશ, ડો. ધીમન દ્વારા બાળકો અને વાલીઓ સાથે પ્રશ્નોત્તરી કરી પ્રશ્નોનું સમાધાન કરી માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં દરેક બાળકોને જરૃરિયાત મુજબ ઈન્સ્યુલિન, સીરીઝો ગ્લુકોમીટર, ગ્લુકોમીટરની સ્ટ્રીપ, લેન્સેટ વગેરેનુું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આકેમ્પમાં દરેકને ખૂબ જ રાહત દરે જરૃરી રિપોર્ટ ઓમ લેબોરેટરીના મીનાક્ષીબેન દ્વારા કરી આપવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં દાતા હીનાબેન ભારદિયા, રમેશભાઈ ભારદિયા, ઘનશ્યામભાઈ અજુડીયા, સુનીલભાઈ કોઠીયા, નિકુંજભાઈ કોઠીયા, તરૃણ વિરાણી, શામજીભાઈ ઉમરેટીયા વિગેરેએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. કેમ્પને સફળ બનાવવા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી રમણીક ચાંગાણી તથા ટ્રસ્ટી અરવિંદ ઝવેરી, રમેશ પાંચાણી, ઉષા સારડા ઉપરાંત જે.ડી. બાળકો અને વાલીઓ તેમજ સેવક મેડિકલ સ્ટાફ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial