Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૪૪પ૬ ની કિંમતની દવાઓ-મેડિકલ સાધનો જપ્ત
જામનગર તા. ૭ : ફરીથી એક બોગસ તબીબ ઝડપાતા ગુનો દાખલ થયો છે. જામનગર જિલ્લામાં ગરીબોની વસાહતની વચ્ચે અનેક બોગસ તબીબો ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરીને દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે, આવા બોગસ તબીબોને એસઓજીની ટીમ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૃપે ગઈકાલે લાલપુર નજીક પડાણા, એલસી-૮ વિસ્તારમાંથી માત્ર ૧ર ધોરણ પાસ બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની સામે પોલીસ કાર્યવાહી કરી છે.
જામનગર પોલીસની એસઓજી શાખાની ટુકડીને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના પડાણા ગામ નજીક આવેલી મજૂરોની પતરા કોલોનીમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની વિવેકાનંદ રાજેન્દ્ર સિકદાર જે માત્ર ૧ર ધોરણ પાસ હોવા છતાં ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો, અને ગરીબ દર્દીઓને તપાસીને તેના આરોગ્ય સાથે ચેડા કરી રહેલો મળી આવ્યો હતો.
જેથી એસઓજીની ટુકડી એ તેની અટકાયત કરી લઈ તેના દવાખાનામાંથી રૃપિયા ૪,૪પ૬ ની કિંમતની દવાઓ અને મેડિકલ લગત સાધનો કબ્જે કરી લીધા છે, અને તેની સામે લાલપુર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એકટની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial