Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી કંપનીની ૯ લાખની પ્રોડક્ટ્સ બારોબાર વેચી મારી પૈસા કર્યા હજમ!

જામનગરમાં સેલ્સમેનનું પરાક્રમ

જામનગર તા. ૭: જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં બ્રાંચ ઓફિસ ધરાવતી ખીમજી રામદાસ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીના સેલ્સમેને રૂ.૯.૧૪ લાખથી વધુનો માલ વેચી કંપનીમાં નાણા જમા ન કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

શહેરના હર્ષદ મીલની ચાલી પ્લોટ નં.૨૯થી ૩૧માં બ્રાંચ ઓફિસ ધરાવતી અને એરીયલ વોશીંગ પાવડર, ટાઈડ વોશીંગ પાવડર, હેડ એન્ડ શોલ્ડર શેમ્પુ, પેન્ટીન શેમ્પુ સહિતની આઈટમોનું માર્કેટીંગ અને વેચાણ કરતી ખીમજી રામદાસ ઈન્ડિયા કાું.માં છેલ્લા ૧૩ વર્ષથી સેલ્સમેન તરીકે કામ કરતા દીપકભાઈ મનજીભાઈ ગોહિલે જામનગરના અમૂક વેપારીને માલ વેચી અને અમૂક વેપારી પાસેથી માલ પરત લઈ બારોબાર વેચી તેમજ અમૂક પ્રોડક્ટ્સ સસ્તા ભાવે વેચાણ કરી રૂ.૯,૧૪,૧૯૨ની રકમ કંપનીમાં જમા ન કરાવી છેતરપિંડી આચરતા સૌરાષ્ટ્ર અને કચ્છના સેલ્સ મેનેજર રૃપમભાઈ રજનીભાઈ ચૌહાણે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh