Advertisement
Author: નોબત સમાચાર

આયુર્વેદ નિદાન તથા બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનો કેમ્પ

ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીમાં

જામનગર તા. ૭: જામનગરના ગુરૃદત્તાત્રેય મંદિર રોડ પર વિરલબાગ પાસે આવેલ ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીમાં તા. ૧૦-૬ ને સોમવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન નિઃશૂલ્ક રોગ નિદાન તથા સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે. કેમ્પમાં આયુર્વેદના નિષ્ણાત વૈદ્યરાજ કે.આર. બદલાણી અને તેમની ટીમ દ્વારા દર્દીઓને તપાસીને જરૃરિયાત મુજબ ઔષધી વિનામૂલ્યે આપવામાં આવશે.

કેમ્પમાં ૧ર વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. આ ટી૫ાંથી બાળકોની યાદશક્તિ, અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમજ સર્વાંગી વિકાસમાં મદદ મળે છે. જનતાને આ કેમ્પનો લાભ લેવા સંસ્કૃતિ આર્ય ગુરૃકુલમ રાજકોટના ડો. મેહુલભાઈ આચાર્ય તથા ગુલાબકુંવરબા આયુ. સોસાયટીના માનદમંત્રી, કીર્તિભાઈ ફોફરીયા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh