Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર નજીકના બીજા વિસ્તારો માટે અન્ય વિકલ્પ શોધો
ખંભાળીયા તા. ૭: ખંભાળીયા શહેરને પુરું પાડતા ઘી ડેમ પર ભારણ ઘટાડવા આજુબાજુના વિસ્તારો માટે બીજો વિકલ્પ શોધવાની માંગણી ઉઠી છે.
ખંભાળીયાનો ઘી ડેમ ર૦ ફૂટની જ ઉંચાઈનો છે પણ તેનો વિસ્તાર વ્યાપક હોવાથી અગાઉ જ્યારે ડેમ ઓવરફલો થઈ જતો તેનું પાણી બે વર્ષ સુધી ચાલતું જેથી બીજા વર્ષે ઓછો વરસાદ થાય તો પણ પાણી પુરું પડતું પણ ગત વર્ષે ડેમ પુરો ભરાઈ જવા છતાં હાલ તળિયે પાણી છે!! ઘી ડેમમાંથી ર૩ ગામોને પીવાના પાણીની યોજનામાં પા.પુ. તંત્ર દ્વારા પાણી આપવામાં આવે છે તો ઘી ડેમમાંથી રામનગર, હર્ષદપુર, વિસોત્રી, કુહાડીયા સહિતના ગામોને સિંચાઈ માટેનું પાણી પણ આપવામાં આવતું હોય ખંભાળીયા શહેર તથા નજીકના વિસ્તારો માટે ઘી ડેમનો વિકલ્પ અન્ય નજીક કોઈ મોટો ડેમ અથવા તો ડેમ-ર ની યોજના જેવું થાય તે જરૃરી બન્યું છે.
હાલના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ ભાણવડ પંથકમાં તેમના સમયમાં ઢગલાબંધ સિંચાઈ યોજના ડેમો બનાવેલા હોય ખંભાળીયા ઘી ડેમના વિકલ્પ માટે તેનો કંઈક યોગ્ય કરે તેવી પણ માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial