Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજીલા વાયરાઓ વચ્ચે બે દિ'માં એક ડીગ્રીનો ઘટાડોઃ
જામનગર તા. ૭: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીએ પહોંચી જતા ગરમીમાં ઘટાડો થયો હતો.
જામનગરમાં છેલ્લા ચાર દિવસથી તેજીલા વાયરાઓ ફૂંકાઈ રહ્યા છે. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાતા પવનના પગલે ધૂળના કણ આંખમાં પડતા રાહદારીઓ અને ખાસ કરીને દ્વી-ચક્રી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જામનગરમાં વેગીલા વાયરાઓ વચ્ચે છેલ્લા બે દિવસમાં ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીએ પહોંચી ગયું હતું. ગતિમાન પવન અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૭.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial