Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય રિવાબા જાડેજાએ જાહેર કર્યા સેલફોન મોબાઈલ નંબરઃ આયુષ્માન કાર્ડ કઢાવી અપાશે

જી.જી. હોસ્પિટલના દર્દીઓ-સગાઓને સહાયભૂત થવા

જામનગર તા. ૭: જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ સેવાકીય અભિગમ હેઠળ જી.જી. હોસ્પિટલમાં નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટેના ઈમર્જન્સી સંપર્ક નંબર જાહેર કર્યા છે.

જામનગરના ૭૮-ઉત્તર વિાધનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં નગરજનોને સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે, તેમ જ સ્વાસ્થ્ય સંબંધીના કોઈપણ કાર્ડ માટે પ્રતિબદ્ધતા દર્શાવી સંપર્ક નંબર જારી કરાયા છે, અને કોઈપણ ગરીબ દર્દીને નિઃશુલ્ક અને ઝડપી સારવાર મળી રહે, તે માટેના સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે.

ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવા મેળવવા માટે આવનારા કોઈપણ દર્દી અથવા તેમના સગાવાલાઓએ ઈમરજન્સી સારવારની જરૂરરિયાત માટેના ૯રર૭૮ ૪૯૯૯૯ તેમજ ૯૯રપ૦ રરર૪૪ નંબરો જાહેર કરવામાં આવ્યા છે, જેનો સંપર્ક કરવાથી દર્દીઓને ઝડપી સારવાર મળી રહે, તે માટેની પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે.

જામનગરમાં વસવાટ કરતા ગરીબ પરિવારોને એમઆઆઈ અને સિટી સ્કેન જેવા રિપોર્ટ કરાવી આપવા માટે ધારાસભ્ય દ્વારા વિશેષથી ભલામણ કરવામાં આવશે, તેવી પણ જાહેરાત કરાઈ છે. સાથે સાથે ગંભીર રોગો જેવા કે કિડની, હૃદય, કેન્સર, લીવર, થેલેસેમિયા અને ફેફસા ટ્રાન્સ પ્લાન્ટના નિદાન અને સારવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ જરૃરી મદદ મળી રહે, તે માટેની ભલામણ પણ કરાશે તેવી ધારાસભ્ય રિવાબા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

તદુપરાંત દર્દીઓ માટે નિઃશુલ્ક આયુષ્માન કાર્ડ પણ બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે ધારાસભ્ય રિવાબા જાડેજાના જનસેવા કાર્યાલય-કુબેર એવન્યુની ઉપર, પહેલા માળે, ગુરુદ્વારા ચાર રસ્તા પાસેનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh