Advertisement
Author: નોબત સમાચાર

માત્ર ધર્મ અને જ્ઞાતિના વાડા પાડી વિજય મેળવતા ભાજપને દેશની જનતા ઓળખી ગઈ છેઃ ધારાસભ્ય

લોકસભા ચૂંટણીના પરિણામો અંગે પ્રતિભાવોઃ

જામનગર તા. ૭: ર૦ર૪ ના લોકસભા ચૂંટણીના પરિણામો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રજાએ હવે પરિવર્તન તરફ ડગલા માંડવાની શરૃઆત કરી દીધી છે. ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનનું ધાર્યું પરિણામ આવ્યું નથી. બીજી બાજુ આ પરિણામે એક ઝાટકે ભાજપનું અભિમાન અને અહંકાર ઉતારી નાખ્યું છે. દેશમાં ૪૦૦ પ્લસ અને વિશ્વની સૌથી મોટી પાર્ટીના દાવા કરતા ભાજપાને બહુમતી માટે પણ મોઢે ફીણ આવી ગયા છે. અમુક સીટ તો માંડ માંડ જીત્યા છે. એટલું જ નહીં અમુક સીટ પર તો કારમી હારનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પરિણામ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ છે કે દેશની જેને આવતીકાલ માનવામાં આવે છે તે આજની યુવા પેઢી જાગી ગઈ છે. માત્ર ધર્મ અને જ્ઞાતિના વાડા પાડી પોતાની જીતનો મનસૂબો પાર પાડતી ભાજપને હવે લોકો ઓળખી ગયા છે. એક દાયકાથી સારા પરિણામના માર્ગે આગળ વધતી ભાજપના હવે વળતા પાણી થયા છે. ખાસ વાત તો એ છે કે ૪૦૦ પ્લસની મોટી મોટી વાતો કરવાથી ચૂંટણી નથી જીતાતી. લોકશાહીમાં મતદારો જ સર્વોપરી છે. આ વાતને લોકોએ ફરી એક વખત આ ચૂંટણીમાં સાબિત કરી દીધી છે. બીજી બાજુ બનાસકાંઠા સીટ પર એક સામાન્ય પરિવારમાંથી આવક બનાસના ગેની બેને પ્રચંડ જીત હાંસલ કરી બતાવી દીધું છે કે જનતાનો વિશ્વાસ જ સર્વોપરી છે. અને પ્રજા આગામી સમયમાં પરિવર્તન ઝંખી રહી છે. આથી આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં પણ જબરા બદલાવ આવી શકે છે.

ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી ધર્મના નામે મતો મેળવી ચૂંટણીઓ જીતતા આવ્યા છે. છેલ્લા દસ વર્ષના બહુમતી વાળા શાસન પછી વિકાસનો કોઈ મુદ્દો ભાજપ પાસે હતો નથી ત્યારે ર૦ર૪ ની ચૂંટણીમાં રામના નામે મત માંગનાર ભાજપને અયોધ્યામાં જ કારમી હારનો સામનો કરવો પડ્યો તેમજ ઉત્તરપ્રદેશમાં યોગીની સરકાર હોવા છતા લોકોએ ઈન્ડિયા ગઠબંધન પર વિશ્વાસ મૂક્યો. ગુજરાત અને રાજસ્થાનમાં પણ ભાજપના ગઢમાં પ્રજાએ ગાબડું પાડ્યું છે.

ખુશીની વાત તો એ છે કે વિપક્ષ મજબૂતીથી ઉભરી આવ્યો હોવાથી આગામી સમયમાં લોકહિતના કાર્યોને અગ્રીમતા મળશે. છેલ્લા એક દાયકાથી તાનાશાહી શાસન ભોગવતી ભાજપ આ વખતે ટેકો વાળી સરકાર બનાવી લેશે તો પણ આ ભાજપની હાર અને પ્રજાની જીત છે તેમ લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે પ્રતિભાવમાં ધારાસભ્ય ખવાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh