Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાનહાની થવાની દહેશત
જામનગરમાં સાધના કોલોનીમાં જર્જરિત મકાનો ગમે ત્યારે તૂટી પડે તો માનવહાની પહોંચી શકે તેમ છે. આથી આજે એસ્ટેટ શાખા અને હાઉસીંગ બોર્ડના અધિકારીની ટુકડી ત્યાં પહોંચી હતી અને મકાનનો વપરાશ બંધ કરી અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી જવા સુચના આપી હતી. આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. જો કે રહેવાસીઓએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો અને વૈકલ્પિક વ્યવસ્થા આપો તો જ અન્ય સ્થળે જવા તૈયારી બતાવી હતી. એટલે કે કોઈ પણ રહેવાસીએ મકાન ખાલી કરવા સહમતી દર્શાવી ન હતી. સાધના કોલોનીમાં અગાઉ પણ એક બ્લોક તૂટી પડતા માનવહાની થવા પામી હતી. આગામી સમયમાં ચોમાસાની સિઝન શરૃ થશે ત્યારે ભારે પવન અને વધુ વરસાદ વરસી પડે તે જર્જરિત મકાનો તૂટી પડવાની શકયતા રહે છે. આથી આવા મકાન ખાલી કરી નાખવાની તંત્રએ સૂચના આપી છે પરંતુ રહેવાસીઓ જાય તો કયાં જાય? કારણ કે અહીં રહેતા ગરીબો ભાડા ભરી શકે તેટલી હેસીયત ધરાવતા નથી. જો કે તંત્ર તેમના જીવની ચિંતા કરે છે પરંતુ ગરીબ રહેવાસીઓની મજબુરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial