Advertisement
Author: નોબત સમાચાર

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના પેકેટ આરોગતા પહેલા સાવધાન રહેવા આઈસીએમઆરની ચેતવણી

જેમાં વધુ ખાંડ, વધુ નમક હોય છે. પેકડ ફૂડમાં શ્યુગરનું પ્રમાણ નક્કી થવું જોઈએઃ

નવી દિલ્હી તા. ૭ : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ન્યુટ્રિશનની નિષ્ણાત સમિતિએ સૂચન કર્યું છે કે પેકડ ફૂડ અને બેવરેજિસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવામાં આવે. વધારે ખાંડ, ચરબી અને મીઠું યુકત ખોરાક ટાળવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડમાં સામાન્ય રીતે ખાંડ અને મીઠું વધુ માત્રામાં હોય છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે જામ, ફ્રૂટ પલ્પ, કાર્બોનેટેડ પીણાં, હેલ્થ ડ્રિંકસ સહિત આવી ખાદ્ય ચીજોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ વધારે ચરબી, ખાંડ અને મીઠું વાળી ખાદ્ય વસ્તુઓ ઘરમાં પણ ન લેવી જોઈએ.

આઈસીએમઆર માર્ગદર્શિકા જણાવે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના નિયમિત સેવનથી ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ઘણાં લોકો કેલરીથી ભરપૂર અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે. આવા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે અને ખાંડનું પ્રમાણ જરૃરી કરતાં વધુ હોય છે. વધુ તળેલા ઉત્પાદનો પણ ટાળવા જોઈએ. નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ન્યુટ્રિશન અને આઈસીએમઆરએ પણ પેકેજડ ફૂડ અને બેવરેજિસમાં ખાંડની માત્રામાં મર્યાદા નક્કી કરવાનું સૂચન કર્યું છે.

પેકેજડ ફૂડમાં ઉમેરેલી ખાંડ અને કુલ ખાંડનું પ્રમાણ નક્કી કરવું જોઈએ. અતિશય ખાંડના વપરાશના સંભવિત જોખમોને સંબોધવા માટે ઠંડા પીણાં, પેકેજડ જયુસ, કૂકીઝ, કેક, હેલ્થ ડ્રિંકસમાં ખાંડની માત્રાની મર્યાદા નક્કી કરવાની ભલામણ કરવામાં આવે છે. અગાઉ, આઈસીએમઆર અને એનઆઈએન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે ખાવા-પીવામાં બેદરકારી અનેક બીમારીઓનું કારણ બની રહી છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસ, ફેટી લિવર, બ્લડપ્રેસર જેવી બીમારીઓથી બચી શકાય છે. વધુ પડતી ચરબી આવી ખૂબ જ નુકસાનકારક છે.

મોટી વસ્તી ફેટી લીવરની સમસ્યાનો સામનો કરી રહી છે, આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારા  લીવરમાં વધુ પડતી ચરબી હોય છે. પેકેટ ફૂડ જેમા વધારે તેલ, મીઠું અને ખાંડ હોય તેને ટાળવો જોઈએ.. બાળકોમાં પેકેટ ફૂડની આદત સમસ્યા બની રહી છે. ચરબી, ખાંડ અને મીઠું વધારે હોય તેવા ખોરાકનું સેવન કરવાથી વજન વધવું, હૃદયરોગ, ચામડીના રોગો, ડાયાબિટીસ, કિડની અને લીવર સહિત અનેક રોગો થઈ શકે છે. જો કોઈ ખાદ્ય વસ્તુ કુદરતી રીતે મીઠી હોય અને તે ઉત્પાદનમાં ખાંડ અલગથી ઉમેરવામાં આવે, તો તેને ઉમેરાયેલ ખાંડ કહેવામાં આવે છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે લોકોએ બને તેટલો તાજો ખોરાક જ લેવો જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ ઘટાડવું જોઈએ. લોકોએ તેમના આહારમાં બાજરી, કઠોળ, તાજા ફળો, તાજા શાકભાજીનો ઉપયોગ વધારવો પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh