Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી પસાર થતી કેટલીક ટ્રેનોનો રૃટ ટૂંકાવાયોઃ ૭થી ૯ જૂન સુધી ફેરફાર

પડધરીમાં બ્રિજ મરામત થતી હોવાથી

રાજકોટ તા. ૭: પડધરીમાં આવેલા બ્રિજની મેઈન્ટેનન્સ કામગીરીને કારણે આજથી રેલ વ્યવહારને અસર થઈ છે.

રાજકોટ ડિવિઝનમાં પડધરીમાં આવેલા બ્રિજ નં.૨૬૩ની મેઈન્ટેનન્સની કામગીરીને કારણે આજે ૭ જૂનથી ૯ જૂન સુધી રેલ વ્યવહારને અસર થશે.

તે મુજબ તા.૭ જૂન અને ૮ જૂન ૨૦૨૪ના ભાવનગરથી ઉપડનારી ટ્રેન નં.૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ભાવનગરથી ઉપડીને સુરેન્દ્રનગર સ્ટેશન સુધી થશે. આ રીતે ટ્રેન સુરેન્દ્રનગર, ઓખા વચ્ચે આંશિક રીતે રહેશે.

૮ જૂન અને ૯ જૂનના ટ્રેન નં.૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાને બદલે સુરેન્દ્રનગરથી શરૃ થશે. આ રીતે ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે ટ્રેન રદ્દ રહેશે.

૭ જૂન અને ૮ જૂનના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં.૦૯૪૮૦ ઓખા-રાજકોટ લોકલ ઓખાથી ઉપડીને હાપા સ્ટેશન સુધી જશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

૭ જૂન અને ૮ જૂન ૨૦૨૪ના ટ્રેન નં.૦૯૪૭૯ રાજકોટ-ઓખા લોકલ રાજકોટને બદલે હાપા સ્ટેશનથી શરૃ થશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh