Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી એચ.જે. લાલ ચેરી. ટ્રસ્ટ, કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૭: જામનગર શહેરની સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જિતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ધો. ૧૦ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૭૫ પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવીને ઉત્તીર્ણ થયા છે તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ મુજબ સન્માનીત કરવાનો કાર્યક્રમ માટેનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આથી જામનગર શહેરના ધો. ૧૦ તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કે જેમણે ૭૫ પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ તેમજ એક પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ત્રણબત્તી પાસે આવેલા શ્રી એચ.જે. લાલ (બાબુલાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલય (ઝુલેલાલ મંદિરની સામે)નો તા. ૦૭-૦૬-૨૪ થી તા. ૧૫-૦૬-૨૪ સુધીમાં સવારના ૧૦ થી ૧ સુધી અને સાંજે ૪ થી ૮ સુધીમાં સંપર્ક સાધી ફોર્મ મેળવી અને જરૃરી વિગતો ભરીને પરત કરવાનું રહેશે. તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહની તારીખ, સમય અને સ્થળ નક્કી થશે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરેલ હશે તેઓને જાણ કરવામાં આવશે.
આ અંગેની માહિતી માટે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક કરવા ટ્રસ્ટી જિતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ)એ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial