Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમ.પી.શાહ મેડિકલ કોલેજને અઢી વર્ષના સમયગાળામાં
જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન દેહદાન કરવામાં આવેલા ર૯ મૃતકોના અંગોના આજે જામનગરના આદર્શ સ્મશાનમાં શાસ્ત્રોકત વિધિની સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં. જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગરની આર્ય સમાજ સંસ્થા, સમાજ સેવક મહાવીર દળ અને સ્મશાન વ્યવસ્થા સમિતિના સંયુકત ઉપક્રમે સામૂહિક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાંથી કુલ ર૯ જેટલા મૃતદેહોનું દેહદાન કરવામાં આવ્યું હતું, અને તમામ મૃતદેહને જામનગરના એમ.પી.શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગમાં રાખવામાં આવ્યા હતાં, અને મેડિકલ કોલેજના તબીબી અભ્યાસ માટે આ તમામ અવયવોનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ આજે સવારે એમ.પી.શાહ મેડિકલ કોલેજ અને અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી દાનમાં આવેલા શરીરના અંગોના અંતિમ સંસ્કાર યોજવાની કાર્યવાહી રાખવામાં આવી હતી. જેમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, એનોટોમી વિભાગના ડો. મિતેષ પટેલ, તથા અન્ય તબીબી સ્ટાફ હાજર રહ્યો હતો. તે જ રીતે જામનગરની આર્યસમાજ સંસ્થાના ટ્રસ્ટી ઉપરાંત આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિના દર્શનભાઈ ઠક્કર તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિથી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial