Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધરારનગર વિસ્તારના વીર સાવરકર આવાસ યોજનાના આઠ માળીયામાં રહેતો હતોઃ આડા સંબંધ કારણભૂત ?
જામનગર તા. ૭: જામનગરમાં ધરારનગર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસ યોજનાનાં મકાનમાં આઠમાળના બિલ્ડિંગના ચોથા માળે રહેતા એક યુવાન પર મોડી રાત્રે છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવાઈ છે. જેમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવા ની આશંકા છે. બે શખ્સો એ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે મૃતકની પત્નીની પણ આ બનાવમાં ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.
જામનગરમાં ધરારનગર નજીક વીર સાવરકર આવાસ ના આઠમાળીયા બિલ્ડિંગના ચોથા માળે ભાડા ના ફ્લેટમાં રહેતા ઇકબાલભાઈ ગનીભાઈ કુરેશી નામના ૩૫ વર્ષના યુવાન પર ગઈ રાત્રે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં બે શખ્સોએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કરી દેતાં તેનું પોતાના ઘરમાં જ મૃત્યુ નિપજ્યું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ગુલામહુસૈન ગનીભાઈ કુરેશીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે બે શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ઈકબાલભાઈની પત્ની કરિશ્માબેનને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ નામનાં શખ્સ સાથે સંબંધો હતા, અને તેનાં કારણે આ હત્યા નીપજાવાઈ હોવાનું પોલીસને જણાવાયું છે.
મૃતકના ભાઈ ગુલામહુસેનની ફરિયાદ ના આધારે ઈમ્તિયાઝ બસીર ભાઈ જોખ્યા અને તેના કિશન નામના સાગરીત સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. સાથોસાથ મૃતકની પત્ની કરિશ્માને પણ આ હત્યાના બનાવમાં શંકા ના દાયરામાં રાખી છે, અને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
મૃતક ઇકબાલ ડ્રાઇવિંગ કરતો હતો, અને તેના કરિશ્મા સાથે લગ્ન થયા પછી તેને ત્રણ સંતાનો છે. જે પૈકી એક સંતાન મૃતક ના માતા પાસે રહે છે, બીજું સંતાન કરિશ્મા પાસે હતું, અને ત્રીજુ સંતાન મૃતકના ભાઈ સાચવતા હતા. જયારે કરિશ્મા પોતાના પતિ ઇકબાલથી અલગ નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી હતી. જ્યાં ઇમ્તિયાઝ પણ રહે છે.
ગઈ રાત્રે અચાનક કરિશ્મા પોતાના પતિ ઈકબાલના ઘેર મોડી રાતે આવી હતી, ત્યારબાદ થોડીવારમાં જ આરોપી ઈમ્તિયાઝ અને તેનો સાગરીત કિશન આવી પહોંચ્યા હતા, અને ઇકબાલ પર છરીના પાંચ ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી. જે સમગ્ર બનાવની પોલીસ તપાસ ચલાવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial