Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયર સેફટી ચકાસણી સંદર્ભે કુલ ૧૯૧ મિલકતો સીલ કરાઈ
જામનગર તા. ૭: જામનગરમાં વધુ પ રેસ્ટોરન્ટ, ૧ શાળા અને ૩ ટયુશન કલાસને સીલ કરાયા છે. કુલ પ૮ ટ્યુશન કલાસ ૭ર શાળાઓ ૩૯ રેસ્ટોરન્ટ અને રર હોસ્પિટલ સહિત ૧૯૧ મિલકત સીલ થઈ.
રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યભરમાં હોટલ, રેસ્ટોરન્ટ-શાળા, કોલેજ, ટયુશન કલાસ સહિતના સંકુલોમાં ફાયર એનઓસી સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થયું છે, અને શહેરમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને ચેકીંગ કામગીરી થઈ રહી છે, અને ફાયર એનઓસી તેમજ બાંધકામની મંજૂરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.
ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટને વગેરેને સીલ કરવામાં આવી રહ્યા છે, જે પૈકી ગઈકાલે વધુ પાંચ હોટલ રેસ્ટોરન્ટ, એક સ્કૂલ અને ત્રણ ટયુશન કલાસીસ સીલ કરવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળની સિટી ઈજનેર ભાવેશ જાનીની રાહબરીમાં એક સપ્તાહથી આ કામગીરી કરવા આવી રહી છે, જેમાં ફાયર બ્રિગેડની ટીમ એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચની ટુકડી સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૩૯ રેસ્ટોરન્ટ, ૭ર સ્કૂલ, રર હોસ્પિટલ (પાર્ટલી) અને પ૮ ટયુશન કલાસ સીલ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial