Advertisement
Author: નોબત સમાચાર

રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ ૬.પ૦% યથાવત્: વાસ્તવિક જીડીપી ૭% થી વધારીને ૭.ર% કરાયો

લોનધારકોને રાહતઃ ઈએમઆઈમાં ફેરફાર નહિં : મોનેટરી પોલિસી થઈ જાહેરઃ વ્યાજદરો યથાવત્:

મુંબઈ તા. ૭: આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક પછી આરબીઆઈએ રેપોરેટ ૬.પ ટકા યથાવત્ રાખ્યા છે, જ્યારે વાસ્તવિક જીડીપી ૭ ટકાથી વધારીને ૭.ર ટકા કરવાની જાહેરાત આરબીઆઈના ગવર્નર શશીકાંતદાસે કરી છે.

આરબઈઆઈ એ આ વખતે પણ વ્યાજદર યથાવત્ રાખ્યા છે. છેલ્લી ૮ બેઠકથી વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વખતે પણ રિઝર્વ બેંકે ૬.પ ટકાનો રેપોરેટ યથાવત્ રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર ન થવાથી લોકોને રાહત મળી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠક પછી રેપોરેટને વર્તમાન દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. દર નિર્ધારણ સમિતિએ સતત આઠમી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ કેન્દ્રિય બેંકે છેલ્લે ફેબ્રુઆરી ર૦ર૩ માં રેપોરેટ વધારીને ૬.પ ટકા કર્યો હતો. બેંકોની ઈએમઆઈ રેપોરેટ સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં રેપોરેટમાં કોઈ ફેરફાર ન હોવાથી, એ નક્કી કરવામાં આવ્યું છે કે તમારી બેંક લોનની ઈએમઆઈમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંતદાસની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિએ ફરી એકવાર રેપોરેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. દાસે આજે બેઠકના પરિણામો જાહેર કર્યા. આ સાથે લોકોને મોંઘી લોનમાંથી રાહત માટે વધુ રાહ જોવી પડશે.

લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત પછી એમપીસીની આ પ્રથમ બેઠક હતી. આ ચૂંટણીઓમાં ભાજપ સતત ત્રીજી વખત એકલા હાથે બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે.

આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસના જણાવ્યા અનુસાર એમપીસીના છમાંથી ૪ સભ્યો રેપોરેટમાં કોઈ ફેરફારની તરફેણમાં ન હતાં. નવા નાણાકીય વર્ષની આ બીજી એમપીસી મિટિંગ છે અને હાલમાં રેપોરેટ ૬.પ૦ ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી ર૦ર૩ માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને રપ બેસિસ પોઈન્ટ વધારીને ૬.પ૦ ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું કે મે મહિનામાં એમપીસીની બેઠકમાં ચર્ચા કર્યા પછી રેપોરેટ ૬.પ૦ ટકા પર જાળવી રાખવાની સાથે રિવર્સ રેપોરેટ ૩.૩પ ટકા, સ્ટેન્ડીંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ ૬.રપ પર રાખવામાં આવ્યો હતો. સીમાંત સ્થાયી સુવિધા દર ૬.૭પ ટકા અને બેંક દર ૬.૭પ ટકા પર રાખવામાં આવ્યો છે.

આરબીઆઈની એમપીસીની બેઠક દર બે મહિને યોજાય છે અને રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસ સહિત છ સભ્ય ફૂગાવા અને અન્ય મુદ્દાઓ અને ફેરફારો (નિયમોમાં ફેરફાર) વિશે ચર્ચા કરે છે. તમને જણાવી દઈએ કે રેપો રેટનો સીધો સંબંધ બેંક લોન લેનારા ગ્રાહકો સાથે છે. તેના ઘટવાથી લોનની ઈએમઆઈ ઘટે છે અને તેના વધવાને કારણે તે વધે છે. વાસ્તવમાં રેપોરેટ એ દર છે કે જ ેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણા ઉછીના આપે છે. રેપોરેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફૂગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.

મે મહિનાના ફૂગાવાના દરના આંકડા આ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે. એસબીઆઈ રિસર્ચ અનુસાર, ઓક્ટોબરથી નાણાકીય વર્ષ ર૦ર૪-રપ ના અંત સુધી ફૂગાવાનો દર પ ટકાથી નીચે રહેવાની ધારણા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને ૧.ર૬ ટકા થઈ ગઈ છે, જે તેનું ૧૩ મહિનાનું ઉચ્ચ સ્તર છે. આ સિવાય એપ્રિલમાં છૂટક ફૂગાવો ૪.૮૩ ટકા હતો.

લોકસભા ચૂંટણી ર૦ર૪ પછી પ્રથમ નાણાકીય નીતિ સમિતિ (એપીસી) બેઠકની ઘોષણાઓમાં અને આ નાણાકીય વર્ષમાં બીજી બેઠકમાં આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસે ર૦ર૪-રપ માટે વાસ્તવિક જીડીપી ૭.ર હોવાનો અંદાજ મૂક્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh