Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંગ્લુરૃની વિશેષ કોર્ટમાં રાહુલ હાજરઃ
બેંગ્લુરૃ તા. ૭: બેંગ્લુરૃની વિશેષ કોર્ટમાં માનહાની કેસમાં કોંગી નેતા રાહુલ ગાંધીના જામીન મંજૂર થયા છે. તેઓ પોતે કોર્ટમાં હાજર થયા હતા.
રાહુલ ગાંધી માટે માનહાની કેસમાં મોટી રાહત સમાન અહેવાલ સામે આવ્યા છે. કર્ણાટક ભાજપના એમએલસી કેશવ પ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં વિશેષ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. ખરેખર તો કર્ણાટક ભાજપે કોંગ્રેસ સામે મુખ્યધારાના અખબારોમાં કથિતરૃપે જુઠ્ઠી જાહેરાતો આપવાનો આરોપ મૂક્યો હતો. જાહેરાતમાં રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર ૨૦૧૯-૨૦૨૩ના શાસનકાળ દરમિયાન ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ મૂકાયો હતો.
આ મામલો છેલ્લી વિધાન સભા ચૂંટણીથી સંબંધિત છે. જ્યારે રાહુલ ગાંધીએ તત્કાલિન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પર કમિશનની ઉચાપતનો આરોપ લગાવ્યો હતો. આ પછી બીજેપી નેતાએ રાહુલ વિરૃદ્ધ કેસ દાખલ કર્યાે હતો. આ મામલામાં કર્ણાટક ભાજપે કોંગ્રેસ પર મુખ્ય પ્રવાહના અખબારોમાં ખોટી જાહેરાતો આપવાનો આરોપ લગાવ્યો હતો. જાહેરાતમાં રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર ૨૦૧૯-૨૩ દરમિયાન તેના શાસન દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ભાજપે તેની ફરિયાદમાં કહ્યું હતું કે, કોંગ્રેસે તમામ જાહેર કાર્યાેમાં ૪૦ ટકા કમિશન લેવાનો આરોપ લગાવીને અગાઉની સરકાર વિરૃદ્ધ 'કરપ્શન રેટ કાર્ડ' પણ પ્રકાશિત કર્યું હતું. ફરિયાદીએ કોંગ્રેસ પાર્ટી પર અગાઉની ભાજપ સરકાર વિરૃદ્ધ બદનક્ષી ભર્યું અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર તેમના એકાઉન્ટ પર આ 'અપમાન જનક જાહેરાત' પોસ્ટ કરી હતી. ભાજપે તેની ફરિયાદમાં કહ્યું હતું કે, તમામ લોક નિર્માણ કાર્યાેમાં ૪૦ ટકા કમિશન લેવાનો આરોપ લગાવતા કોંગ્રેસે પૂર્વ સરકાર સામે ભ્રષ્ટાચાર રેટ કાર્ડ પ્રકાશિત કર્યાે હતો. ફરિયાદીએ કોંગ્રેસ પર પૂર્વ ભાજપ સરકારને બદનામ કરવા અભિયાન ચલાવવાનો આરોપ મૂક્યો હતો. ભાજપે આરોપ મૂક્યો કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર તેમના એકાઉન્ટ પર આ વાંધાજનક જાહેરાત પોસ્ટ પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial