Advertisement
Author: નોબત સમાચાર

ગાગા-ગૂરગઢ ગુંસાઈજીની બેઠકમાં આંબા મનોરથ

૧ર જૂને દર વર્ષે જેઠ સુદ-છઠ્ઠના દિને

ભાટીયા તા. ૭: ભાટીયા પાસે ગાગા-ગુરગઢ બન્ને ગામની વચ્ચે આવેલ વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ગુંસાઈજીની ર૬ મી બેઠકમાં તા. ૧ર-૬-ર૪ ના દર વર્ષે જેઠ સુદ છઠ્ઠના યોજાતો આંબા-કેરીનો મનોરથ યોજાશે જેમાં પ.પૂ. ગો.૧૦૮ શ્રી કાલિન્દ્રી વહુજી શ્રી નટવર ગોપાલ મહારાજ (દ્વારકા-બરડીયા વેરાવળ-કંપાલા) પધારી અને વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે. તેમજ બ્રહ્મ સંબંધ પણ આપશે.

આ આંબા, કેરી મનોરથમાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આવશે અને દર્શન-પ્રસાદ-ઝાંખી ચરણપર્શ-રાસ-મંડળ-વચનામૃત સહિતનો લાભ લેશે હાલમાં વૈષ્ણવો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh