Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ર૦૦ થી વધુ નોટીસો અપાઈ, તેના સંદર્ભે તપાસઃ કેટલાકને 'બંધ'નો આદેશ

ફાયર સેફટીની બહુ મોટી વ્યવસ્થાનો નિયમ ન હોય, તેની પણ ચકાસણી

ખંભાળીયા તા. ૭: દ્વારકા જિલ્લામાં ર૦૦ થી વધુ નોટીસો અપાઈ, તેના સંદર્ભે તપાસ થઈ રહી છે, અને કેટલાકને વ્યવસાય બંધ કરી વાંધાઓની પૂર્તતા કરવા જણાવાયું છે. તે ઉપરાંત કેટલાક નાના ધંધાર્થીઓને ફાયર સેફટીની જરૃર ન હોય, તે સંદર્ભે પણ ચકાસણી થઈ રહી છે.

રાજકોટ ગેમઝોનના કરૃણ બનાવના સંદર્ભમાં ફાયર સેફટી સંદર્ભમાં રાજ્ય સરકાર કડક થતા ચેકીંગ, સર્વે કડક પગલા શરૃ કરાયા હતા જેના સંદર્ભમાં ગઈકાલે હોટલ, લોજ, રેસ્ટોરેન્ટ, હોસ્પિટલો તથા કારખાના મોટા દુકાનદારો વિ. ર૦૦ થી વધુ આસામીઓને ગઈકાલે દ્વારકા પાલિકા ચીફ ઓફિસર ઉદય નશીત દ્વારા નોટીસો આપવામાં આવી હતી તથા તેમાંથી કેટલાકને બંધ કરવા પણ જણાવાયું હતું.

આ સંદર્ભમાં ખંભાળીયા પાલિકાના ચીફ ફાયર ઓફિસર તથા દ્વારકા જિલ્લાના સમગ્ર પાલિકાઓના મુખ્ય ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારે જણાવેલ કે જે આસામીઓને નોટીસો અપાઈ છે તેમાં કેટલાક નાના ધંધાર્થીઓને ફાયર સેફટી અંગે બહુ મોટી જોગવાઈ કરવાનો નિયમ નથી તેની તપાસણી થશે તથા યોગ્ય હશે તેની સામે બંધ કે કડક પગલા લેવાના નથી રીઝીયોનલ ફાયર અધિકારીના માર્ગદર્શનમાં કાર્ય થશે.

દ્વારકા જિલ્લાની શાળાઓમાં પણ તેમણે ચેકીંગ કરીને ત્યાં જરૃરી સવલતો હોવાની ખાતરી તથા સૂચનાઓ આપી હતી. ગઈકાલે ફાયર ટીમ દ્વારા ભાણવડ પાલિકા વિસ્તારમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ફાયર સેફટીમાં આડેધડ રીતે કોઈ નાના ધંધાર્થી વેપારીને ખોટી કનડગત ના થાય તે અંગે પણ દ્વારકા તંત્ર સાવધ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh