Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.ર૧ઃ ઓધવદીપ ઓફ સ્કૂલ્સમાં માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧ર ના વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાનું આસ્થાભેર પૂજન કર્યું હતું. માતા-પિતાએ તેમના સંતાનોને આશીર્વાદ આપ્યા હતાં. આ સમયે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતાં. સંતાનો તેમના માતા-પિતાનો આદર કરે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરે તેમજ આપની ભારતીય સંસ્કૃતિ તરફ વળે તેવા સંદેશ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ભરતભાઈ કટારમલ, શ્રીમતી અલ્પાબેન મંગે અને ઉપાચાર્ય સતિષભાઈ ગોરીના માર્ગદર્શન હેઠળ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ વિભાગના સમગ્ર સ્ટાફે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial