Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં સેતુ નિર્માણ કરવાનો વિચાર પરિકલ્પના સમાન લાગતો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં દ્રઢ નિર્ધાર અને ટેકનોલોજીનાં પ્રતાપે સિગ્નેચર બ્રીજ સાકાર થઈ શક્યો છે. ૯૭૮ કરોડનાં તોતીંગ ખર્ચ અને પ વર્ષનાં પરીશ્રમપછી અનેક પડકારો પાર કર્યા પછી આખરે સમુદ્રમાં ર.૩ર કિ.મી. લાંબો સિગ્નેચર બ્રીજ સાકાર થયો છે. ભક્તો માટે આ પુલ બેટ દ્વારકા સુગમતાથી પહોંચવા માટેનાં માર્ગ ઉપરાંત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તેમજ વૈશ્વિક સ્તરે પણ ભારતીય સ્થાપત્યમાં મોર્ડન એન્જીનીયરીંગના કમાલનાં પ્રતિકરૃપ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રપ ફેબ્રુઆરીએ પુલનું લોકાર્પણ કરવાનાં છે ત્યારે હવે દ્વારકાની સાથે જ બેટ દ્વારકાનો પણ સુવર્ણ યુગ આવી રહ્યો છે એમકહી શકાય. સિગ્નેચર બ્રીજ ઉપર રંગબેરંગી રોશની પણ અનોખું સૌંદર્ય પ્રસ્તુત કરે છે જેને કારણે મોહન સુધી લઈ જતો માર્ગ પણ મન મોહક બની રહ્યો છે. શ્રી કૃષ્ણની ભક્તિ એ પ્રેમલક્ષણા ભક્તિ છે એટલે જ કૃષ્ણ ભક્તિમાં સૌંદર્યભાવ પણ કેન્દ્ર સ્થાને છે ત્યારે સુંદરતાનાં નવા પર્યાય સમાન સિગ્નેચર બ્રીજ ખરા અર્થમાં શ્રીકૃષ્ણના ભક્તો માટે ભક્તિપથ બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial