Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મશીન જ ડુપ્લીકેટ હોવાની ગ્રાહકની આશંકાઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના એક ગ્રાહકે નગરના જાણીતા શો-રૃમમાંથી કપડા ધોવાનું મશીન ખરીદ કર્યા પછી તે મશીન અવારનવાર બગડી જતાં અને શો રૃમમાંથી પણ યોગ્ય જવાબ ન મળતા આખરે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની રજૂઆત કરી મશીનની કિંમત અને વળતર પણ અપાવવા રજૂઆત કરી છે. આ ગ્રાહકે તે મશીન ડુપ્લીકેટ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.
જામનગરના પંડિત નહેરૃ માર્ગ પર આવેલી ડાયમંડ માર્કેટમાં આવેલા કેતન એન્ટરપ્રાઈઝ નામના ઈલેકટ્રીક સામાનના શો-રૃમમાંથી જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વસવાટ કરતા જયેન્દ્ર ભગવાનજી નામના આસામીએ ગયા આઠમા મહિનામાં વોશીંગ મશીન ખરીદ્યુ હતું.
કેલ્વિનેટર કંપનીના આ મશીનની ખરીદી વખતે ગ્રાહક તથા દુકાનદાર વચ્ચે થયેલી સમજૂતી મુજબ ગ્રાહકે પોતાનું જૂનું વોશીંગ મશીન પરત આપી રૃા.૧૦ હજાર રોકડા ચૂકવી મશીનની ડિલિવરી મેળવી હતી. નવા મશીનને વાપરવાનંુ શરૃ કર્યા પછી માત્ર ત્રણેક સપ્તાહમાં તે મશીન બગડવા માંડ્યું હતું. આથી ગ્રાહકે કેતન એન્ટરપ્રાઈઝમાં જાણ કરી હતી અને તે મશીન રીપેર કરાયું હતું.
ત્યારપછી પણ અવારનવાર મશીન બગડી જતું હોય ગ્રાહક જયેન્દ્રભાઈ ત્રાસી ગયા હતા. તેઓ વારંવાર કેતન એન્ટરપ્રાઈઝ ફરિયાદ કરવા જતાં હોય તેઓને હવે ઉદ્ધત જવાબ આપવામાં આવી રહ્યા છે અને હાલમાં આ મશીન બંધ હાલતમાં પડ્યું છે.
આ બાબતની ગ્રાહકે જામનગરના ગ્રાહક સુરક્ષા મંડળને રજૂઆત કરી તે મશીન ડુપ્લીકેટ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. જો તે રીતે હોય તો ગ્રાહક અને કેલ્વિનેટર કંપની સાથે છેતરપિંડી ગણી શકાય. ગ્રાહકે પોતાને વોશીંગ મશીનની કિંમત તેમજ માનસિક ત્રાસ બદલ રૃા.૪૦ હજાર વળતરપેટે અપાવવા અરજ ગુજારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial