Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્ર સરકારે પાંચમી બેઠક માટે આમંત્રણ આપ્યુંઃ ખેડૂતો મક્કમઃ હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસઃ
નવી દિલ્હી તા. ર૧ઃ ખેડૂત આંદોલનના કારણે શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી છે અને આંદોલન કારી ખેડૂતો હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સરકારે પણ પાંચમી બેઠક માટે ખેડૂતોને આમંત્રણ મોકલ્યું હોવાનું જાણવા મળે છે. છેલ્લા અહેવાલો મુજબ સુરક્ષાદળોએ ખેડૂતોને અટકાવવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
પંજાબના ૧૪ હજાર ખેડૂતોની કૂચ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી શરૃ થઈ છે. તેઓ ૧ર૦૦ ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે રાજધાની તરફ રવાના થયા છે. બીજી તરફ ખેડૂતો પણ ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં ૮૦૦ ટ્રેક્ટર પણ તેમની સાથે છે. રવાના થતા પહેલા શંભુ બોર્ડર પર અરદાસ કરવામાં આવી હતી.
બીજી તરફ શંભુ અને ખનૌરી બોર્ડર પર સુરક્ષા દળો એલર્ટ પર છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત છે. આ દરમિયાન હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટિયર ગેસના શેલ છોડવાનું શરૃ કર્યું છે. જેનાથી બચવા માટે ખેડૂતોએ ખાસ માસ્ક અને ઈયર બડ્સ પહેર્યા હતાં.
પંજાબ સરકારે શંભુ બોર્ડર પર એમ્બ્યુલન્સ તહેનાત કરી છે. નજીકની હોસ્પિટલોને એલર્ટ પર રાખવાની સૂચના છે. પોલીસે ખનૌરી બોર્ડર પર ટિયર ગેસના શેલ પણ છોડ્યા છે. અહીંથી ખેડૂતોએ હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.
શંભુ બોર્ડર પર ખેડૂત આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે મિટિંગ શરૃ થઈ છે. યુવાનોને આગળ ન વધવાની સૂચના આપવામાં આવી રહી છે. આ દરમિયાન હરિયાણા પોલીસે બીજી વખત ટિયર ગેસના સેલ છોડ્યા હતાં. જેથી શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી ગઈ છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ખેડૂતોના આંદોલનને લઈને હરિયાણા સરકારની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે પંજાબ સરકારને પણ પૂછ્યું કે તેઓએ ખેડૂતોને ભેગા થતા કેમ રોક્યા નહીં. દરેક લોકો આ મામલે રાજનીતિ કરી રહ્યા છે. આ પછી હરિયાણા સરકાર સુપ્રિમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્રિય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતો સાથે પાંચમી વખત વાતચીત માટે આમંત્રણ મોકલ્યું છે. જો ખેડૂતો વાતચીત માટે તૈયાર થઈ જાય છે, તો આ પાંચમી બેઠક હશે. અત્યાર સુધીની બધી બેઠકો અનિર્ણાયક રહી છે.
હરિયાણા પોલીસે ભારે મશીનોના માલિકોને ચેતવણી આપી છે. હરિયાણા પોલીસે કહ્યું કે જો ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં જેસીબી અથવા પોકલેન જેવા મશીનોનો ઉપયોગ કરશે તો તેમની સામે બિન-જામીનપાત્ર કેસ નોંધવામાં આવશે. તેઓને તાત્કાલિક તેમના મશીનો આંદોલનમાંથી પાછા ખેંચવા માટે કહેવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial