Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંટાળી ગયેલા વિકલાંગ પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવ્યુંઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના મોટી ખાવડી ગામમાં રહેતા ટેન્કર ડ્રાઈવરને ધંધાના કામે અવારનવાર દિવસો સુધી ઘરની બહાર રહેવું પડતું હોય તે બાબત તેના પત્નીને ગમતી ન હતી. તે દરમિયાન ફરીથી બહારગામ જવાનું થતાં બંને વચ્ચે થયેલી બોલાચાલી પછી પત્નીએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે અગાઉના અકસ્માતમાં વિકલાંગ બનેલા એક પ્રૌઢે કંટાળી જઈને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં પેટ્રોલપંપ પાછળ વાડી વિસ્તારમાં રહેતા મેહુલ મૂળુભાઈ લાલવાણી નામના કોળી યુવાન ટેન્કરમાં ડ્રાઈવીંગ કરવાનો વ્યવસાય કરતા હતા. તેઓને અવારનવાર ધંધાના કામે લાંબી ટ્રીપમાં જવું પડતું હતું અને તેના કારણે દિવસો સુધી બહાર રહેવું પડતું હતું.
આ બાબત તેમના પત્ની રેખાબેન મનસુખભાઈ ગળસીયા (ઉ.વ.ર૪)ને ગમતી ન હતી અને બંને વચ્ચે તે બાબતે વાતચીત થતી રહેતી હતી. જેમાં મેહુલે ધંધા માટે જવું પડે છે તેમ કહ્યું હતુું.
તે દરમિયાન સોમવારે મેહુલે તેના ટેન્કરને ખાલી કરવા માટે તારાપુર જવાનું કહેણ આવતા મેહુલે તે માટે તૈયારી કરી હતી. આ વેળાએ રેખાબેને જવાની ના પાડતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ વેળાએ આવેગમાં આવી જઈ રેખાબેને કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા આ પરિણીતાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ મેહુલ લાલવાણીએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ શરૃ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના વાડી વિસ્તારમાં રહેતા આસ્પારભાઈ આશાભાઈ બુચડ (ઉ.વ.૫૦) નામના ગઢવી પ્રૌઢને બારેક વર્ષ પહેલાં રિક્ષામાં અકસ્માત થયો હતો. જેમાં ઈજા પામેલા આસ્પારભાઈનો ડાબો પગ સાથળથી કાપી નાખવો પડ્યો હતો. ગરમ સ્વભાવ ધરાવતા આ પ્રૌઢ અવારનવાર ગુસ્સે પણ થતાં રહેતા હતા. તેઓ ગઈકાલે સવારે પાંચેક વાગ્યે પોતાના ઘરેથી નીકળી ગયા પછી મેઘપર-ટીટોડી ગામથી ભાટિયા તરફના રેલવે ટ્રેક પર આવેલા ફાટક પાસે પહોંચ્યા હતા. જ્યાંથી પસાર થતી એક ટ્રેન હેઠળ આ પ્રૌઢે ઝંપલાવી લીધુ હતું. ટ્રેન હેઠળ ચગદાઈ ગયા પછી માથામાં ગંભીર ઈજા થવાના કારણે આસ્પારભાઈનું મૃત્યુ નિપજ્યું છે. નુંધાભાઈ માલદેભાઈ બુચડે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial