Advertisement
Author: નોબત સમાચાર

બારાડી પંથકના રઘુવંશીઓની ઉપસ્થિતિઃ રૃપિયા ત્રણ લાખનું અનુદાન અર્પણ કરાયું

જાલીડા રામધામમાં ધાર્મિકોત્સવઃ

ભાટીયા તા. ર૧ઃ વાંકાનેર-ચોટીલા નજીક સમસ્ત રઘુવંશી સમાજના એકતા,  શ્રદ્ધાના કેન્દ્ર સમાન જાલીડા રામધામના ચાર દિવસ માટે યોજાયેલા  ધાર્મિકોત્સવમાં બારાડી લોહાણા મહાજન પરિવારના ભાટીયા, રાવલ, લાંબા  બંદર, કલ્યાણપુર, દેવળીયા, નંદાણા સહિતના ગામોમાંથી રઘુવંશી  આગેવાનો, ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય અને રામધામના નિર્માણ માટેના સ્વપ્નદૃષ્ટા  જીતુભાઈ સોમાણીનું બારાડી લોહાણા મહાજન પરિવાર દ્વારા શાલ ઓઢાડી  સન્માન કરવામાં આવ્યું હતું. બારાડી લોહાણા મહાજન તરફથી રૃા.  ૧,પ૧,૦૦૦ ને બારાડી લોહાણા મહાજન પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા  તરફથી રૃા. ૧,પ૧,૦૦૦ ના ચેક અનુદાન સ્વરૃપે આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ભાટીયા લોહાણા મહાજન પ્રમુખ દામોદરભાઈ દાવડા, રાવલ  લોહાણા મહાજન પ્રમુખ ભગવાનજીભાઈ પાબારી, લાંબાબંદર લોહાણા  મહાજન પ્રમુખ હરકિશનભાઈ બથીયા, કલ્યાણપુર લોહાણા મહાજન પ્રમુખ  ભગવાનજીભાઈ બથીયા, બારાડી લોહાણા મહાજન મંત્રી નિલેશભાઈ  કાનાણી વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh