Advertisement
Author: નોબત સમાચાર

રેડિયો કીંગ અમીન સયાનીનું હાર્ટએટેકથી નિધન

'બિનાકા' ગીતમાલા ફેઈમ

'રેડિયોકીંગ' અમીન સાયનીનું નિધન થયું છે. અવાજની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સયાનીએ ૯૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સયાની દ્વારા કરવામાં આવી છે.

અમિન સાયનીના પુત્ર રઝીલ સાયની તેમના અવસાનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે અમીન સાયનીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારપછી તેમને તાત્કાલિક એચએન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, પરંતુ અમીન સાયની રસ્તામાં જ મૃત્યુ પામ્યા.

રેડિયો શ્રોતાઓ હજુ પણ 'બિનાકા ગીતમાલા'ના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી. જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને મધૂર રીતે 'બહેનો અને ભાઈઓ' કહેતા હતાં. આજે તેમણે દુનિયાને અલવિદા કર્યું, તેમના નિધનના સમાચારે લોકોનેદુઃખી કરી દીધા છે.

અમીન સાયનીને હાઈ બ્લડ પ્રેશર અને વય સંબંધિત અન્ય બીમારીઓ હતી અને તેઓ છેલ્લા ૧ર વર્ષથી કમરના દુઃખાવાથી પણ પીડાતા હતાં અને તેથી જ તેમને ચાલવા માટે વોકરનો ઉપયોગ કરવો પડતો હતો. લગભગ ૪ર વર્ષ સુધી રેડિયો સિલોન અને ત્યારપછી વિવિધ ભારતી પર ચાલતા તેમના હિન્દી ગીતોના કાર્યક્રમ 'બિનાકા ગીતમાલા'એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને લોકો દર અઠવાડિયે તેમને સાંભળવા ઉત્સુક હતાં.

અમીન સાયનીના પ૪,૦૦૦ થી વધુ ગીતો છે. તેનું નામ રેડિયો પ્રોગ્રામના નિર્માણ, સરખામણી, વોઈસઓવરનો રેકોર્ડ લગભગ ૧૯,૦૦૦ જિંગલ્સ માટે અવાજ આપવા બદલ અમીન સયાનીનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડસમાં પણ નોંધાયેલું છે. તેણે ભૂત બંગલા, તીન દેવિયા, કટલા જેવી ફિલ્મોમાં ઉદ્ઘોષક તરીકે પણ કામ કર્યું હતું. તેમનો સ્ટાર આધારિત રેડિયો શો 'એસ કુમારનો ફિલ્મી સુદે' પણ ઘણો લોકપ્રિય સાબિત થયો હતો. અમીન સયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે દક્ષિણ મુંબઈમાં થવાની સંભાવના છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh