Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાસ મત્તા ન મળીઃ સીસીટીવી કેમેરાના મેળવાયા ફૂટેજઃ
જામનગર તા. ૨૧ઃ કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં સોમવારે રાત્રે ત્રણેક દુકાનના શટર તૂટ્યા છે. મોડીરાત્રે ચાર બુકાનીધારીએ ચોરીના પ્રયાસને અંજામ આપ્યો હતો. તે દુકાનોમાંથી ખાસ કોઈ મોટી રકમ ગઈ નથી. આ બનાવ ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કંડારાઈ ગયો છે. ફરિયાદની તજવીજ કરાઈ રહી છે.
કાલાવડના માર્કેટીંગ યાર્ડ સ્થિત દુકાનો પૈકીની ત્રણેક દુકાનોમાં સોમવારની રાત્રે હાથ ફેરો થયો છે. જેમાં સંડોવાયેલા ચાર શખ્સ યાર્ડમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજમાં કેદ થયેલા જોવા મળ્યા છે.
ગઈકાલે સવારે જે તે દુકાનના વેપારીઓ દુકાને આવ્યા ત્યારે તેઓએ શટર તૂટેલા જોયા હતા. તે પછી પોલીસને વાકેફ કરાતા પોલીસ ટૂકડી ધસી ગઈ હતી. દુકાનોમાં ચકાસણી કરાતા ક્યાંયથી મોટી મત્તા ગઈ હોવાનું બહાર આવ્યું નથી. પોલીસે યાર્ડમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા તેમાં ચાર બુકાનીધારી જોવા મળ્યા છે. આ બાબતની વિધિવત ફરિયાદ નોંધાવવા તજવીજ કરાઈ રહી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ એક દુકાનમાં શટર તોડીને ઘૂસેલા તસ્કરોએ અંદર પડેલી તિજોરીમાં મોટી મત્તા હશે તેવી આશાથી પોતાની પાસે રહેલા કોઈ હથિયાર વડે તિજોરી તોડવાનો પ્રયાસ કર્યાે હતો. તેમાં તસ્કરોને નિષ્ફળતા મળી હતી અને તેઓનું હથિયાર પણ તૂટી ગયું હતું તેનો ટૂકડો મળી આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial