Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર થયો એકસન પ્લાન
ખંભાળીયા તા. ર૧ઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાઓ માટે એકસન પ્લાન જાહેર થયો છે, અને કુલ ૧પ.૩૮ લાખ છાત્રો નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં આગામી ૧૧-૩-ર૪ થી શરૃ થનાર ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષાઓ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ એકશન પ્લાન જાહેર કરવા સાથે રાજ્યના ધો. ૧૦ અને ધો. ૧ર વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના કેન્દ્રો ઝોન તથા સ્ટાફની વ્યવસ્થા પણ નક્કી કરી છે.
માર્ચ- ૧૧ થી શરૃ થતી ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષાઓમાં આ વખતે હાઈએસ્ટ સંખ્યા નોંધાઈ છે. કુલ ૧પ,૩૮,૯પ૩ વિદ્યાર્થીઓ ધો. ૧૦-૧ર ની બોર્ડ પરીક્ષાઓ આપનાર છે.
ધો. ૧૦ માં રેગ્યુલર રીપીટર સાથે પ૧૭૯૬૬ વિદ્યાર્થીઓ તથા ૩૯૯૭ર૧ વિદ્યાર્થીઓ સાથે ૯૧૭૮૬૭ ટોટલ છાત્રો છે. જ્યારે ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૪,૮૯ર૭૯ છાત્રો છે અને ધો. ૧ર સાયન્સમાં ૧,૧૧,પ૪૯ રેગ્યુલર અને ર૦૪૩૮ રીપીટર સાથે ૧,૩૧,૯૮૭ છાત્રો છે.
હાલારની સ્થિતિ જોઈએ તો દ્વારકા જિલ્લામાં ૬૭૦૭ નિયમિત છાત્રો સહિત કુલ ૮પ૦૭ છાત્રો ધો.૧૦ ની પરીક્ષા આપશે. દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ઝોનમાં દ્વારકા જિલ્લામાં ધો. ૧૦ ના પરીક્ષા સ્થળોમાં ખંભાળીયા, ભાણવડ, દ્વારકા, જામરાવલ, કલ્યાણપુર, નંદાણા, મીઠાપુર, ભાટીયા એમ આઠ સ્થળોમાં પરીક્ષા લેવાશે તથા જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા તથા જામનગરમાં કુલ ૧૩૪૩૭ નિયમિત છાત્રો સાથે ૧૬૮૮પ છાત્રો ધોે. ૧૦ ની બોર્ડની પરીક્ષા આપશે.
ધો. ૧ર માં હાલારમાં જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં દ્વારકા જિલ્લામં માત્ર ૩૪૮ છાત્રો નોંધાયેલા છે તથા મીઠાપુર અને ખંભાળીયા પરીક્ષા કેન્દ્રો છે જ્યારે જામનગર જિલ્લામાં દ્વારકાથી પાંચ ગણા ૧૮૭૦ છાત્રો વિજ્ઞાન પ્રવાહમાં છે.
આવી રીતે હાલારમાં ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં જોઈએ તો જામનગર જિલ્લામાં જામનગર, ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર જિલ્લામાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૪૪ર૦ છાત્રો નોંધાયા છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહ માટે ભાણવડ, દ્વારકા, મીઠાપુર,ખંભાળીયા તથા ભાટીયા પાંચ કેન્દ્રો જ છે.
સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં પરીક્ષા સમિતિ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બની છે. તથા વિવિધ સંઘોના હોદ્દેદારો, કેળવણીકારો, બોર્ડના સદસ્યો સાથેની આ કામિટિની બેઠકોનો દોર પણ શરૃ થશે તથા જિલ્લા કલેકટર દ્વારા વર્ગ-ર ના અધિકારીઓ સાથેની રેવન્યુ સ્કવોર્ડ તથા બોર્ડ દ્વારા ખાસ ચેકીંગ સ્કવોર્ડોનું પણ આયોજન થયું છે.
રાજ્ય મા. અને ઉ.મા.શિ. બોર્ડ દ્વારા શીક્ષાકોષ્ટક જાહેર કરીને ગેરરીતિ સામે કડક પગલાઓની જોગવાઈઓ પણ કરી છે. જેમાં ૧૦ કે તેથી વધુ ગેરરીતિ કોપી કેસ કોઈ એક વર્ગખંડ-બ્લોકમાં નીકળે તો ખંડ નિરીક્ષક સામે ઈન્ફ્રીમેન્ટ અટકાવવા સહિતની કામગીરી, પરીક્ષાર્થી જવાબવહીમાં ચલણીનોટો બીડી લાંચ આપવાનો પ્રયાસ કરે તો આખી પરીક્ષા રદ સાથે આગામી એક વર્ષ પરીક્ષા ના દેવા દેવી, ચોરી કરતા પકડાય તો પણ કડક પગલા સાથે પરીક્ષાર્થી તથા પરીક્ષા સાથે સંકળાયેલ સ્ટાફ સામે જરૃર પડ્યે ફરજ મોકુફી, પોલીસ ફરિયાદ સહિતની જોગવાઈઓ સાથેનું શિક્ષા કોષ્ટક પણ જાહેર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial